November 25, 2024

સુરતમાં દહીંહાંડીમાં સ્ટન્ટ પડ્યો ભારે:જ્વાળાઓથી યુવકનો ચહેરો દાઝ્યો

દરેક ઉત્સવ યુવાનો ભારે ઉત્સાહથી ઉજવતા હોય છે. જો કે આવા ઉત્સાહ દરમિયાન ક્યારેક ન બનવાની ઘટનાઓ પણ બનતી હોય છે અને જીવનું જોખમ પણ ઊભું થઈ જતું હોય છે. હાલમાં સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં આવા જ પ્રકારની ઘટના સામે આવી છે. દહીંહાંડીના કાર્યક્રમમાં મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતા યુવકનો ચહેરો દાઝ્યો હતો. જો કે તરત જ આગ ઓલવાઈ જતાં વધુ ઈજા થઈ ન હતી પણ આ ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

ચારે તરફ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની સાથે જ કોલેજ કેમ્પસ તથા સ્કૂલોમાં પણ જન્માષ્ટમીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતની એસ. ડી. જૈન કોલેજ કેમ્પસમાં મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક યુવક આગ સાથે સ્ટંટ કરી રહ્યો હતો અને મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતો હતો. એ દરમિયાન યુવકનો ચહેરો દાઝી ગયો હતો.

કોલેજ કેમ્પસમાં યુવાનો દ્વારા જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો હતો એ દરમિયાન કેટલાક યુવકો પિરામિડ આકારમાં એક પર એક ઊભા રહીને એક યુવક આગથી સ્ટંટ કરી રહ્યો હતો એ દરમિયોન એક યુવકે આગની જ્વાળા સળગાવતાં તેના મોઢા સુધી આવી ગઈ હતી અને તેને લપેટામાં લઈ લીધો હતો. યુવકે હાથમાં રહેલું જ્વેલનશીલ પદાર્થ ફેંકીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનસીબે ગણતરીની સેકન્ડોમાં જ આગ ઓલવાઈ જતાં યુવકને વધુ ઈજા થઈ ન હતી પણ હાજર રહેલાં લોકોના જીવ થોડાં સમય માટે તો અધ્ધર થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો