October 13, 2024

બ્રાહ્મણ સમાજ માટે સંધ્યા વંદન શીખવવા નિઃશૂલ્ક વર્ગ

  • સંધ્યા વંદન વર્ગમાં પ્રવેશ વખતે રૂ. 300 ભરવાના રહેશે, જે શીખ્યા બાદ પરત આપી દેવામાં આવશે

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત અને શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે બ્રાહ્મણ સમાજના લોકો માટે “સંધ્યા વંદન” શીખવવાના વર્ગો શરૂ થઈ રહ્યાં છે.

     સમસ્ત બ્રહ્મસમાજના પરિવારો ને જણાવતા આનંદ થાય છે કે  આપણી વેદોક્ત વૈદિક પરંપરા "સંઘ્યા"  જીવંત રહે અને દરેક બ્રાહ્મણ પરીવારમાં "સંઘ્યા"  થઈ શકે તે માટે શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ના વિદ્વાન આચાર્યશ્રી દ્વારા "સંઘ્યા" શીખવાના વર્ગો શરુ થઇ રહ્યાં છે.
     "સંઘ્યા" કરનારા બ્રાહ્મણ પરિવાર ને સામાજિક, આર્થિક અને શારીરિક તકલીફો નડતી નથી અને પરીવાર ની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે છે. 
     "સંઘ્યા શીખવવાના વર્ગો" તા.૦૭/૦૯/૨૪ ને શનિવાર ના રોજ સાંજે ૭-૦૦ કલાકથી શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય, શ્રી બદ્રીનારાયણ મંદિર, અડાજણ ગામ ચાર રસ્તા, સુરત ખાતે શરૂ થઈ રહ્યા છે.
     આ વર્ગો દર અઠવાડિયે શનીવારે સાંજે ૭ થી ૮ અને રવિવારે સવારે ૯ થી ૧૦ ચાલશે.
    આ વર્ગ માં દરેક ઉંમર નાં બ્રાહ્મણ બંધુઓ જોડાઈ શકે છે. જે બંધુઓ જોડાવવા માંગતા હોય તેઓએ ઘરે થી પંચપાત્ર  (જેમા આચમની, પવાલુ, તરભાણુ,ગૌમુખી,માળા) આસન, રુદ્રાક્ષની માળા હોય તો લઈને આવવાનું રહેશે. સંધ્યા નુ સાહિત્ય, ભસ્મ અને દર્ભ ની વિટી સમાજ તરફથી આપવામા આવશે.
     સંઘ્યા શીખવવાના વર્ગ નું શુલ્ક (ફી) ₹ ૩૦૦/- છે. જે તમે શીખી જશો એટલે એ તમને પાછુ આપવામાં આવશે.

નામ નોંધાવવા માટે
શ્રી નિકુંજ આચાર્ય
૯૬૨૪૨ ૬૨૮૮૪
સમય – સાંજે ૪ થી ૮

નિમંત્રણ
શ્રી અશોકભાઇ જોષી
આચાર્યશ્રી
શ્રી જયદીપ ઘનશ્યામ ત્રિવેદી
પ્રમુખ

સંપર્ક સૂત્ર
૯૮૨૫૧ ૪૮૨૪૯

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *