November 22, 2024

ભાવનગરના 31 યાત્રિકો સહિત ઉતરાખંડમાં બસ ખીણમાં ખાબકી:7નાં મોત

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર રવિવારે સાંજે ભાવનગરની શ્રી ટ્રાવેલ્સની બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા છે. 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બસમાં ભાવનગરના 31 મુસાફરો સવાર હતા જે પૈકી એક મુસાફર ગુમ હોવોનું જાણવા મળે છે.

ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ માહિતી આપી હતી કે બસ નંબર UK07PA-8585 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.ત્યારે રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન 079 23251900 પર સંપર્ક કરવા જણાવ્યું છે. જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે, અકસ્માતમાં કેટલાક લોકોના જીવ ગુમાવ્યા અને કેટલાક ઘાયલ થયાના સમાચાર આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભગવાન અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

જો કે,ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *