December 2, 2024

ભારે વરસાદથી માંડવીના કોઝવે ઓવરફ્લો, આઠ રસ્તા બંધ કરાયા

કોઝવે પર પાણી ફરી વળતાં સુરક્ષાના કારણોસર તંત્રનો નિર્ણય, વૈકલ્પિક રસ્તાઓ પરથી વાહનો જઈ શકશે

(5, જુલાઈ, 2024) છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. તેવામાં માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના માંડવી તાલુકાના છ જેટલા કોઝવે પર પાણીના ઓવરટોપીંગ એટલે કે પાણી છલકાવાના કારણે સુરક્ષાના કારણોસર કેટલાક રસ્તાઓ બંધ કરાયા છે. જેમાં વરેહ ખાડી પરનો દેવગઢ લુહારવડ રોડ, કોલખડી, અંધારવાડી લીમ્ધા રોડ, મોરીઠા કાલિબેલ રેગામ રોડ, ગોડસંબા કરવલ્લી ટીટોઈ સાલૈયા વલારગઢ રોડ, લોકલ ખાડી અને વાવ્યા ખાડી પરના ઉશ્કેર મુંજલાવ બૌધાન રોડના બે રસ્તા મળી કુલ આઠ રસ્તા બંધ કરવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. બંધ કરાયેલા આ માર્ગોના વિકલ્પ તરીકે ગ્રામજનો વૈકલ્પિક રસ્તાઓના ઉપયોગ કરી શકશે, તેવી વિગતો આર.એન.બી. પંચાયત પાસેથી મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો