સુરતમાં 9 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા-વેચવા પર પ્રતિબંધ
આપણો દેશ તહેવારોનો દેશ છે. દેશના કોઈને કોઈ ખુણે રોજ કોઈને કોઈ તહેવારની ઉજવણી થતી જ હોય છે ત્યારે સુરતમાં તો રાજગાર અર્થે દેશના દરેક પ્રદેશથી આવીને લોકો વસ્યા છે જેથી ઘણાં તહેવારોની ઉજવણી થતી જ રહે છે અને ઉત્સવપ્રિય સુરતીઓ પણ ઘણાં તહેવારોને પોતીકા તહેવાર તરીકે ઉજવે છે. ત્યારે શ્રાવણ મહિનાની સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ જાય છે. રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી જેવા તહેવારો આ સિઝનમાં આવે છે જેને સુરતીઓ ઘામઘુમથી ઉજવે છે. જો કે, સાવચેતીના ભાગરુપે દરવર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ગણેશ સ્થાપનાને લઈ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે જે મુજબ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામાના અંશો
- ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફુટ કરતા વધારે ઉચાઇની બનાવવા વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર પર પ્રતિબંધ
- તમામ માટી તથા પી.ઓ.પી.ની મુર્તીઓનું વિર્સજન કૃત્રિમ તળાવ તથા દરિયામાં કરવાનું રહેશે
- ગણેશજીની પી.ઓ.પી.ની મુર્તીઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની પાંચ ફુટથી વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
- ઓવારા વાઇઝ જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મૂર્તીઓનું વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
- મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધ