November 23, 2024

આજે શ્રાવણ માસના અંતિમ દિવસે કરી લો ભોળનાથને પ્રસન્ન

શ્રાવણ મહિનો ભગવાન શિવને ખુબ જ પ્રિય છે જેથી આ માસમાં ભક્તો મહાદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે. આ પવિત્ર મહિનાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ચાલો જાણીએ મહાદેવને પ્રસન્ન કરવાના કેટલાંક ઉપાયો જેનાથી આપની બધી મનોકામના પુરી થશે.

માન્યતા છે કે સોમવારના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પુરી થાય છે.

ભગવાન શિવની પૂજા કરતી વખતે ભક્તોએ શિવલિંગ પર બીલીપત્ર અને ધતુરા ચઢાવવા જોઈએ.

જે સ્ત્રી-પુરુષો લગ્નમાં અડચણોનો સામનો કરી રહ્યા છે તેઓએ સોમવારે ઓમ ઉમ મહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

જો તમે તમારા વિવાહિત જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો નજીકના શિવ મંદિરમાં ગૌરી-શંકર રુદ્રાક્ષ અવશ્ય ચઢાવો.

આ સિવાય શ્રાવણ માસના દાનનું પણ ઘણું મહત્વ રહેલું છે જેથી કેટલીક વસ્તુઓનું દાન કરવાથી આખા મહિનાની પૂજાનું ફળ મળે છે.

  • ચાંદી – શ્રાવણમાં ચાંદીનું દાન કરવાથી કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે અને સફળતાનો માર્ગ ખુલે છે.
  • રૂદ્રાક્ષ – રૂદ્રાક્ષને મહાદેવનો મહાપ્રસાદ માનવામાં આવે છે જેથી શ્રાવણ માસમાં રુદ્રાક્ષનું દાન કરવાથી મોક્ષ મળે છે. વ્યક્તિ પાપકર્મોમાંથી મુક્તિ મેળવે છે.
  • ચોખા – શિવ ઉપાસનામાં ચોખાનું ઘણું મહત્વ છે. શ્રાવણમાં તેનું દાન કરવાથી અન્ન ભંડારો ક્યારેય ખાલી નથી થતા.
  • ઘી – ઘી શિવની પ્રિય વસ્તુઓમાંથી એક છે. ઘીનું દાન કરવાથી ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળે છે.
  • મીઠું –  શ્રાવણમાં જરૂરિયાતમંદોને મીઠું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
  • વસ્ત્ર – શ્રાવણમાં ગરીબ કે જરૂરિયાતમંદને વસ્ત્રોનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે અને આવા લોકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો