સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા રઝા નગર વસાહતીઓની જાણે KYC પ્રક્રિયા હાથ ધરવામાં આવી…
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેર વિકાસ અર્થે વર્ષ ૧૯૯૦ થી ૯૪ સુધીમાં રિંગરોડ વ્હોરા કબ્રસ્તાન (માન દરવાજા થી ઉધના દરવાજા), ઢેફાવાડી (સિવિલ ચાર રસ્તા),લાલ દરવાજા,ફાલસાવાડી,ખટોદરા પાણીની ટાંકી પાસે .અને ગોપી તળાવ વિગેરે વિસ્તારનાં સ્લમ વસાહતને ટી.પી. ૭ (આંજણા),ફાયનલ પ્લોટ નં. ૧૮૧ પર ૧૨×૧૫ નાં પ્લોટ દીઠ પરિવારોને પુનઃવસન કરાવવામાં આવેલ જે બાબત સુરત મનપાનાં રેકોર્ડ પર હોવા છતાં લિંબાયત ઝોન કચેરી દ્વારા રાજકીય દબાણમાં સ્થાનિક ગરીબ શ્રમિક લઘુમતી સહિત અન્ય સમાજનાં ટી.પી.-૭ (આંજણા),ફાયનલ પ્લોટ નં. ૧૮૧ પૈકીનાં આશરે ૨૫૦ પરિવારોને આવી નોટિસો પાઠવી યેનકેન પ્રકારે માનસિક યાતના આપવામાં આવી રહી છે.મનપા તંત્ર શ્રમિક વસાહતોમાં સંતોષકારક પ્રાથમિક સુવિધાઓ આપવામાં સાવ નિષ્ફળ રહ્યો છે ત્યારે શ્રમિક લોકોને રાજકીય હાથો બની આવી મનસ્વી રીતે નોટિસ પાઠવી અરાજકતા ફેલાવવાનો કાર્ય કરે એ યોગ્ય નથી.સ્થળ પર તમામ કાચા પાકા મકાનોમાં ૧૯૯૫ પહેલા થી પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે.ઉપરોક્ત નોટિસ બાબતે આજે તા. ૨૦/૧૧/૨૦૨૪ નાં સાંજે ૪.૩૦ કલાકે સ્થાનિક રહીશો કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાનીમાં લિંબાયત ઝોન કચેરી ખાતે કાર્યપાલક ઈજનેરશ્રી વિપુલ ગણેશવાલા ને રજુઆત કરી કે, સ્થાનિકોને માનસિક યાતના ન આપવા આવે તેમજ રઝા નગરવાસીઓ સાથે હાલમાં સરકાર દ્વારા રાશનકાર્ડની KYC કાર્યવાહીની જેમ કાર્ય ન કરવામાં આવે એવી વિનંતી કરી…