December 3, 2024

War:ગાઝા હોસ્પિટલમાં 500ના મોત અંગે PM મોદીએ વ્યક્ત કર્યો શોક 

તસ્વીર પ્રતિકાત્મક છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે શોક વ્યક્ત કરીને આ હુમલામાં માર્યા ગયેલા 500 જેટલાં લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, આ હુમલામાં સામેલ લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં મોતથી ઉંડો આઘાત લાગ્યો છે. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. યુદ્ધમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે જેથી આમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ.

છેલ્લાં કેટલાંક દિવસોથી હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન આજે ગાઝા પટ્ટીની અલ-અહલી અરબ હોસ્પિટલ પર હુમલામાં 500 લોકોના મોત થયા હતા. પેલેસ્ટાઈને દાવો કર્યો છે કે આ હોસ્પિટલ ઈઝરાયેલના હવાઈ હુમલાનો ભોગ બની છે. જ્યારે ઈઝરાયલે આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલા રોકેટના મિસફાયરને કારણે આ દુર્ઘટના ઘટી હતી.   

    

Photo credit news18

ઉલ્લેખનિય છે કે, ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલ ઉત્તરી ગાઝામાં સ્થિત છે જેને એંગ્લિકન ચર્ચ દ્વારા ચલાવવામાં આવે છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો લોકોએ આ હોસ્પિટલમાં આશરો લીધો હતો. આ કારણે હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે દટાયેલા છે અને મૃતાંક વધી શકે છે.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો