Earthquake:નેપાળની ધરા 6.1ની તીવ્રતાથી ધ્રુજી: દિલ્હી-NCR સુધી અસર
શિયાળાની શરુઆતમાં આજે લોકો જ્યારે રવિવારની સવારની મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મૉલોજી સેન્ટર મુજબ 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપના આંચકા ગંડકી પ્રાંતના બાગમતી અને અન્ય જિલ્લાઓમાં પણ અનુભવાયા હતા.
સવારે 7:39 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાતાં જ લોકો ભયના કારણે ઘરોની બહાર દોડી ગયા હતા.જોકે અહીં હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળના ધાડિંગ જિલ્લામાં હતું. ત્યારે નેપાળમાં ભૂકંપના આંચકા દિલ્હી-NCR સુધી અનુભવાયા હતા. યૂરોપિયન મેડિટેરેનિયન સિસ્મૉલોજીકલ સેન્ટર મુજબ, ભૂકંપનું કેન્દ્ર 13 કિલોમીટર નીચે હતું.
ઉલ્લેખનિય છે કે,નેપાળ ભારતીય અને તિબેટીયન ટેકટોનિક પ્લેટોની વચ્ચે આવેલું છે. આ ટેકટોનિક પ્લેટ્સ દર 100 વર્ષે બે મીટર સુધી ખસે છે, જેના કારણે દબાણ સર્જાય છે અને ભૂકંપ આવે છે.