September 10, 2024

નારી વંદના કાર્યક્રમ અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણી

આજરોજ શ્રી કનૈયાલાલ મુનશી પ્રા. શાળા ક્રમાંક 225માં નારી વંદના કાર્યક્રમ અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી . જેમાં શાળાનાં ઉપાચાર્યશ્રી કલ્પનાબેન ડી પટેલ અને ઉ. શિ.નયનાબેન ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો રહેલ છે. તથા શાળાના મહિલા સ્ટાફ દ્રારા આ દિનને સફળ બનાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ફારૂખભાઈ શેખ , બેટી રક્ષા દળના મહિલાપ્રમુખ રૂકશાના બેન, મહિલા સુરક્ષા વિભાગના રઈશાબેન તેમજ અન્ય સમાજ અગ્રણી દ્રારા બાળ સુરક્ષા, ઇન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ સેલ્ફ ડિફેન્સ અંગે ખૂબ જરૂરી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ મહિલા હેલ્પલાઈન નં -181(અભયમ ) મહિલા સુરક્ષા વિશે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *