November 22, 2024

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દર્દીનો મૃતદેહ શ્વાને ફાડી ખાતા અરેરાટી

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં શ્વાનનો આતંક

દર્દીને સમયસર સારવાર ન આપતા દર્દીનું મોત થતાં શ્વાને મૃતદેહ ફાડી ખાધો

વારંવાર શ્વોનો દ્વારા મનુષ્યો પર હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં એક મૃતદેહને શ્વાને ફાડી ખાધો હોવાની અરેરાટીભરી ઘટના સામે આવી છે. ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલ ખાતે નિર્મળનગરનો એક યુવાન સારવાર લેવા માટે આવ્યો હતો, જેને સારવાર નહીં મળતાં હોસ્પિટલ ખાતે આવેલા વિશ્રામ ગૃહમાં તે સૂઈ ગયો હતો, જ્યાં રાત્રે કોઈ કારણસર તેનું મૃત્યુ થતાં હોસ્પિટલમાં રખડતા શ્વાને મૃતક યુવાનનો ચહેરો ફાડી ખાધો હતો.

મળતી માહિતી અનુસાર, નિર્મળનગર શહેરી નંબર 5માં રહેતો અને સર ટી હોસ્પિટલ રોડ પર નાસ્તાની દુકાનમાં કામ કરતો સુરેશભાઈ પરષોત્તમભાઈ ભીલ સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો, પરંતુ સારવાર નહીં મળતા હોસ્પિટલ પરિસરમાં જ તેણે રાત્રે આશરો લીધો હતો. રાત્રે આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું અને સર ટી હોસ્પિટલમાં રખડતા શ્વાને તેમનું મોઢું ફાડી ખાધું હતું. ત્યાર બાદ હોસ્પિટલ પ્રશાસન દ્વારા મૃતકને બિનવારસી જાહેર કરી પરિવારની શોધખોળ પહેલા જ પીએમ કરી નાખ્યું હતું. ત્યાર બાદ નિલમબાગ પોલીસને જાણ કરી હતી. જ્યારે બાદમાં મૃતકના ખીસ્સામાંથી ઓળખાણ થતું કાગળ મળી આવતા પરિવારને જાણ કરાઇ હતી અને અંતિમવિધિ કરવામાં આવી હતી. જો કે, આ ઘટના બાદ હોસ્પિટલની બેદરકારી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *