November 21, 2024

મોંઘવારીનો વધુ એક માર, સીએનજીમાં સીધો એક રૂપિયાનો વધારો

  • ગુજરાત ગેસ દ્વારા અગાઉ 74.26નો ભાવ વસૂલાતો હતો, હવે 75.26 વસુલાશે, સીએનજી વાહનો અને ખાસ કરીને ઓટોરીક્ષા ચાલકોને ભાવવધારાનો માર પડશે
  • પહેલા પર્યાવરણ માટે સરકાર સીએનજીને પ્રોત્સાહન આપતી હતી, તેના ભાવ વધી ગયા, ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપ્યું તો તેના ભાવ પણ વધી ગયા, લોકો જાય ક્યાં?

ગુજરાત (Gujarat) ગેસ (Gas) કંપની (Company) દ્વારા સીએનજી (Compressed Natural Gas)ના ભાવમાં ઓચિંતો સીધો એક રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે. ગઈકાલ સુધી કંપની ગેસના પ્રતિ કિલો રૂ. 74.26 વસૂલતી હતી, જે આજથી 75.26 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

પેટ્રોલ (Petrol) – ડીઝલના ભાવવધારાના મારથી બચવા ઉપરાંત પર્યાવરણ (Enviornment)ની જાળવણી માટે વર્ષોથી અનેક વાહનચાલકો ખાસ કરીને કાર (Car) ચાલકો સીએનજી તરફ વળ્યા હતાં. જો કે ક્રમશઃ સીએનજીના ભાવમાં સતત વધારો ઝીંકાતો રહ્યો છે અને હવે તો એ પણ કમ્મરતોડ લાગી રહ્યો છે. સરકાર પણ પહેલા લોકોને પર્યાવરણની જાળવણી માટે સીએનજી તરફ વાળતી હતી, હવે તેનો ભાવવધારો જાણે બેઅંકુશ થઈ ગયો છે. હવે સરકાર સીએનજીને બાજુએ રાખીને લોકોને ઈલેક્ટ્રીક (Electric) વાહનો ચલાવવા પ્રોત્સાહન આપી રહી છે. જો કે થોડા સમયમાં જ ઈલેક્ટ્રીક વાહનોની કિંમતમાં પણ ભારે ઉછાળો આવી ગયો છે.

આમ એક યા બીજી રીતે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત ગેસ કંપનીના સીએનજીમાં સીધા એક રૂપિયાના વધારાથી લોકોનું બજેટ (budget) થોડું ખોરવાશે. ખાસ કરીને રીક્ષાચાલકો હાલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, ત્યારે એક રૂપિયાનો ભાવવધારો પણ તેમને માટે અઘરો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *