Earthquake: અફઘાનિસ્તાનમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ: 2000થી વધુના મોત
શનિવારે અફઘાનિસ્તાનમાં 6.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અને બાદમાં આવેલા આફ્ટરશોક્સમાં આશરે 2,000થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. દેશભરમાં આ શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેને પગલે લોકો બહાર દોડી ગયા હતા અને ડરના માર્યા ચીસો પાડવા માંડ્યા હતા. શરૂઆતમાં, યુનાઈટેડ નેશન્સે 320 મૃતકોનો પ્રારંભિક આંકડો આપ્યો હતો પરંતુ બાદમાં આ આંકડો 2000 સુધી પહોંચ્યો છે.
અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતના ઝેન્દા જાન જિલ્લાના ચાર ગામો શનિવારે ભૂકંપ અને આફ્ટરશોક્સનો ભોગ બન્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી આશરે 40 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં હતું. જો કે બાદમાં ત્રણ જોરદાર આફ્ટરશોક્સ આવ્યા હતા જેની તીવ્રતા 6.3, 5.9 અને 5.5 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે કેટલાંક મકાનો અને બિલ્ડીંગો ધરાશાઈ થઈ ગયા હતા જેમાં દટાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.