અડવાણી ફરી બીમાર, દિલ્હીની એપોલો હોસ્પિટલ ખસેડાયા
યુરોલોજીને લગતી સમસ્યા ફરી શરૂ થતાં હોસ્પિટલ ખસેડાયા, ગત સપ્તાહમાં પણ આવી જ સમસ્યાને પગલે દિલ્હી (Delhi)ની (Aims) એઈમ્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી
ભાજપ (BJP)ના વરિષ્ઠ નેતા અને ભારત રત્ન લાલકૃષ્ણ (Lalkrishna) અડવાણી (Advani) ની તબિયત લથડતાં તેમને દિલ્હીની એપોલો (Apollo) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અલબત્ત તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું છે. અડવાણીને યુરોલોજીને લગતી સમસ્યા હોવાથી તેમને સિનિયર યુરોલોજિસ્ટ તબીબ ડો. વિનીત સૂરીની દેખરેખમાં સારવાર શરૂ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે અડવાણીની તબિયત ગત સપ્તાહમાં પણ બગડી હતી. તેમને યુરોલોજીને લગતી જ સમસ્યા હોવાથી તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ (Hospital) માં યુરોલોજી વિભાગમાં સારવાર આપવામાં આવી હતી. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેમને બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અલબત્ત હવે આજે ફરીથી તબિયત લથડતાં તેમને હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યા છે.
સૌ જાણે છે તે રીતે લાલકૃષ્ણ અડવાણી ભાજપના ખૂબ સિનિયર (Senior) નેતા ગણવામાં આવે છે. તેમને ચાલુ વર્ષના જ 30મી માર્ચે ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અગાઉ 2015માં તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પદ્મ વિભૂષણ તરીતે સન્માન આપવામાં આવ્યું હતું. દેશભરમાં ભાજપને આગળ લાવવામાં લાલકૃષ્ણ અડવાણીનો સિંહફાળો ગણાય છે.