November 21, 2024

મુસ્લિમ અગ્રણીઓ સમાજના શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓનું શિક્ષણ સુધારવા પ્રયાસ કરેઃ અસલમ સાયકલવાલા

  • સુરત મહાનગરપાલિકાની ઊર્દૂ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર ખૂબ નબળું હોવાની વ્યથા સાથે કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાએ સમાજને જાહેર અપીલ કરી

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આશરે ૪૦૦ કરતા વધુ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, મરાઠી, ઉર્દુ, હિન્દી, અંગ્રેજી, ઉડિયા વિગેરે માધ્યમની શાળાઓ કાર્યરત છે, જેમાં આશરે ૧.૭૫ લાખ ગરીબ શ્રમિક પરિવારનાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ઉર્દુ માધ્યમની આશરે ૨૮ શાળા, ૪૨૫ શિક્ષક અને ૧૯,૦૦૦ વિદ્યાર્થીઓ, જે તમામ મુસ્લિમ સમાજનાં છે. તેમ છતાં ઉર્દુ માધ્યમની થોડી શાળાઓને બાદ કરતા ઘણી શાળાઓમાં શિક્ષણસ્તર અન્ય માધ્યમનાં વિદ્યાર્થીઓ કરતા નબળું કેમ? આ શાળાઓનાં વિદ્યાર્થીઓની અભ્યાસ બાબતની નબળાઈ માટે મુખ્ય જવાબદાર કોણ?

સુરત મુસ્લિમ સમાજનાં સૌ રાજકીય/સામાજીક/ધાર્મિક અગ્રણીઓ પોતાના સમાજનાં ગરીબ શ્રમિક પરિવારનાં વિદ્યાર્થીઓનાં ઉજળા ભવિષ્ય માટે જાગૃત બને અને ઉર્દુ પ્રાથમિક શાળાઓ પર પૂરતું ધ્યાન આપે એવી નમ્ર અપીલ સાથે વિનંતી.

આપનો
અસલમ સાયકલવાલા
૯૮૯૮૪૯૨૧૯૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *