ધર્મ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનો પ્રારંભ ગુજરાતના પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં આજથી ભાદરવી પુનમના મેળાનો શુભારંભ થયો છે.બનાસકાંઠાના કલેકટર દ્વારા અંબાજી મહા મેળાનો પ્રારંભ કરાવાયો છે. મેળાના પ્રથમ દિવસથી ભારે ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા છે ત્યારે આગામી સાત દિવસમાં આ મેળોમાં દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે અને વ્યવસ્થિત દર્શન થાય તે માટે દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે જેથી મેળા દરમિયાન ભક્તો વહેલી સવારે 5 વાગ્યાથી માતાજીના દર્શન કરી શકશે. મેળા દરમિયાન સતત સ્વચ્છતા જળવાય તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે તેમજ કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. Continue Reading Previous સુરતના ગ્રીનમેનનું ટ્રી ગણેશ કોન્સેપ્ટ્સ સાથેનું અનોખું સ્વચ્છતા અભિયાનNext 48 દવાઓ માર્કેટમાંથી પાછી ખેંચાશે:નબળી ગુણવત્તા જવાબદાર વધુ વાર્તાઓ ધર્મ પર્યાવરણ સુરક્ષા બથુકમ્મા # ડૉ. અરવલ્લી જગન્નાથ સ્વામી ધર્મ બ્રાહ્મણ સમાજ માટે સંધ્યા વંદન શીખવવા નિઃશૂલ્ક વર્ગ ધર્મ ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોમાં રામકથા સંસ્થાનને સમર્પિત કરી Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.