October 30, 2024

24 કલાકમાં બીજી વખત x ટ્વિટર થયું ડાઉન:યૂઝર્સ પરેશાન

છેલ્લાં 24 કલાકમાં બીજી વખત X ડાઉન થતા હતાશ થઈને કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે. યુઝર્સને ટ્વિટર ઓપરેટ કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉન થવાના કારણે કોઈ પોસ્ટ લોડ થઈ શકતી નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઈન્સ્ટન્ટ બ્લોગિંગ પ્લેટફોર્મ X સેવાઓ રવિવારે પણ અચાનક બંધ થઈ ગઈ હતી. યૂઝર્સને ટ્વીટ કરવામાં અને રિફ્રેશ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.  યૂઝર્સે તેમની પોતાની ટાઈમલાઈન જોઈ શકતા નહતા અને ડાઉન ડિટેક્ટરે પણ પુષ્ટિ કરી હતી કે X ડાઉન છે. ડાઉન ડિટેક્ટર પર એક્સ આઉટેજ અંગેની ફરિયાદો પણ વધી હતી. 24 કલાકમાં એક્સ બીજી વખત ડાઉન થતા યૂઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે. 

એક્સ ડાઉન થવાની આ પહેલી ઘટના નથી ત્યારે કેટલાક યુઝર્સ તેમની સમસ્યાઓ વિશે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી શેર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *