November 22, 2024

ફક્ત 500 રુપિયામાં ભગવાન પાસે: ડાકોરમાં થઈ VIP એન્ટ્રીની શરૂઆત

દેશના સુપ્રસિધ્ધ મંદિરોમાં VIP ભક્તો વિનાઅડચણ અને શાંતિથી ભગવાનના દર્શન કરી શકે એ માટે VIP એન્ટ્રીની સવલત પુરી પાડવામાં આવે છે અને આ સુવિધા માટે તેમણે મંદિર પ્રશાસન દ્વારા નકકી કરવામાં આવેલો અમુક ચાર્જ ચુકવવાનો હોય છે. ત્યારે ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા ડાકોરમાં પણ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે જેથી સતત ભીડભાડ જોવા મળતી હોય છે. આ કારણે કેટલાંક લોકો શાંતિથી દર્શન પણ નથી કરી શકતાં. ત્યારે આવાં ભક્તો માટે VIP એન્ટ્રીની શરુઆત કરવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન અને સેવક આગેવાનો દ્વારા આ લેવાયો હતો. એ માટે મંદિર પ્રશાસન દ્વારા 500 રુપિયા ચાર્જ પણ નક્કી કરાયો છે. આ VIP એન્ટ્રીની જે રકમ આવશે એમાંથી ડાકોર મંદિરના ડેવલપમેન્ટનો ખર્ચ કરવામાં આવશે.

ડાકોર મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવીન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, ઠાકોરજીની સન્મુખ કીર્તન યાની જાળીમાં ઉંબરા સુધી ભગવાનની નજીક જવાનો ચાર્જ રૂપિયા 500 અને મહિલાઓની જાળીમાં પુરુષને દર્શન કરવા જવું હોય તો 250 રૂપિયા ન્યોછાવર સ્વરૂપે લેવામાં આવશે. તો વળી, 12 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો માટે આ બન્ને જગ્યાએ દર્શન કરવા જવું હશે અને પરિવાર સાથે આવેલા બાળક માટે ફ્રી દર્શન કરાવવામાં આવશે. ગુરુવારથી આ સેવા ભક્તો માટે શરૂ થઈ ચૂકી છે. જો કે રૂટિનમાં દર્શન માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. યાત્રિકોને તદ્દન નિ:શુલ્કપણે ભગવાનનાં દર્શન થાય છે.જે રકમ આવશે એમાંથી ડાકોર મંદિરના ડેવલપમેન્ટનો ખર્ચ કરવામાં આવશે. આ નાણાંનો અન્ય કોઈ ઉપયોગ કરવામાં નહીં આવે.

અત્રે ઉલ્લેખનિય છે કે,યાત્રાધામ ડાકોરમાં થોડા સમય અગાઉ ભક્તો, વૈષ્ણવૌને ટૂંકાં વસ્ત્રો પહેરીને દર્શન માટે આવવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *