November 22, 2024

કુછ તો શરમ કરો…70 વર્ષના ફુવાએ 4 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ

છાશવારે મહિલાઓ અને બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓ વધતી જઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ચાર વર્ષની બાળકી ઉપર દુસ્કર્મની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર ચાર વર્ષની બાળકી પોતાના ઘરમાં રમી રહી હતી ત્યારે તેના 76 વર્ષીય સંબંધી લલચાવી ફોસલાવી ખેતરમાં લઇ ગયા હતા અને ત્યારબાદ આ નરાધમ વૃદ્ધે આ માસુમ બાળકી ઉપર દુસ્કર્મ આચર્યુ હતુ તે દરમિયાનમાં એક રાહદારી આ વૃદ્ધનું અભદ્ર કૃત્ય જોઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. 

આ મામલો સામે આવ્યા બાદ રોષે ભરાયેલા લોકોએ આ વૃદ્ધને મેથીપાક ચખાડ્યો હતો અને બાળકીને આ નરાધમ પાસેથી છોડાવી સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાઈ હતી જ્યારે આરોપી વિરુધ્ધ સાંઠંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *