November 22, 2024

બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ નહિ મળે

આજે ફેશનના નામે ઘણાં લોકો ટુંકા અને અશોભનિય વસ્ત્રો પહેરીને બહાર નિકળતા જોવા મળે છે ત્યારે આવા જ વસ્ત્રોમાં મંદિરમાં પણ પ્રવેશ કરી લેતાં હોય છે જે મંદિરની ગરિમામે હાની પહોંચાડે છે જેથી રાજ્યના કેટલાંક મંદિરોમાં ટુંકા વસ્ત્રો પહોરીને પ્રવેશવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે ત્યારે હવે નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  મંદિર પ્રશાસનના આ નિર્ણયના કારણે હવે પુરુષ હોય કે સ્ત્રી કોઈપણ વ્યક્તિ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી. આ મંદિરમાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવા મંદિર પ્રશાસને લોકોને અપીલ કરી છે.

ઉલ્લેખનિય છે કે, ડાકોર રણછોડરાયજી મંદિર અને  દ્વારકા મંદિર દ્ધારા ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવાની ભક્તોને અપીલ કરવામાં આવી હતી. તે સિવાય જગતમંદિર દ્વારકામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પ્રમાણે હવે હવે કોઇપણ વ્યક્તિ ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં નહીં જઇ શકે. અહીં હવે ટૂંકાં વસ્ત્રો પર ‘NO ENTRY’ના બૉર્ડ પણ લાગ્યા છે. જેમાં દર્શનાર્થીઓને સૂચન આપતાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં બેનરો સામેલ છે.

ઉપરાંત ગયા મહિને આ યાદીમાં હાપુડના પ્રસિદ્ધ મુક્તેશ્વર મહાદેવ મંદિરનું નામ પણ સામેલ થયું હતુ જ્યાં હવે ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ફાટેલા જીન્સ, શોર્ટ્સ, ફ્રોક્સ અને નાઈટ સૂટ જેવા કપડા પહેરીને મંદિરમાં આવતા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ગઢ કે રાજા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રશાસન તરફથી મંદિરની બહાર અને અંદર પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં ભક્તોને મંદિરની અંદર યોગ્ય વસ્ત્રો પહેરવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *