નવસારી રેલ્વે સ્ટેશન બન્યુ શ્વાનોનું આશ્રય સ્થાન
છેલ્લાં કેટલાક સમયથી રખડતા શ્વાનોના મનુષ્યો પરના હુમલાઓ વધી ગયા છે. શેરીમા રમી રહેલાં નાના ભુલકાઓ પણ શ્વાનોના શિકાર બની ચુકયા છે ત્યારે નવસારી રેલ્વે સ્ટેશન જાણે શ્વાનોનો અડ્ડો હોય એમ બિન્દાસ્ત કેટલાક શ્વાનો ડેરો જમાવી રહેલા જોવા મળી રહ્યા છે પણ આ અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા. આ અંગે નવસારીના એક જાગૃત નાગરિક દ્વારા ફોટો અને વિડીયો શેર કરીને ધ્યાન દોરવામાં આવ્યું હતુ, જોમાં કેટલાક શ્વાનો પ્લેટફોર્મ વટાવી ઉપર છત સુધી લટાર મારી રહ્યા છે તો કેટલાંક આરામ ફરમાવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, આખો દિવસ અહિં કેટલાય મુસાફરો અવર જવર કરતાં હોય છે ત્યારે અહિં આટલી મોટી સંખ્યામાં રહેલાં શ્વાનો જો કોઈ મુસાફર પર હુમલો કરે તો જવાબદારી કોની? આ અંગે તંત્ર કોઈ પગલાં લે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.