November 21, 2024

સુરતના લિંબાયતમાં ગુજરાતની સૌથી ઊંચી 35 ફૂટની મટકી ફોડવામાં આવી

કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી માટે વિવિધ ગોવિંદા મંડળો અગાઉથી જ સજજ થઈ જતાં હોય છે. કારણ કે આ ઉજવણી માત્ર શેરી કે મહોલ્લા પુરતી ન રહેતાં મોટાં મોટાં ઈનામો સાથે કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતના લિંબાયતના સંજયનગર ખાતે ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. યુદ્ધ ફોર ગુજરાત દ્વારા યોજાયેલા મટકી ફોડ કાર્યક્રમમાં ગુજરાતની સૌથી ઊંચી મટકી બાંધીને અલગ-અલગ મંડળોને એકત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ મંડળોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. કારણ કે, આ મટકીફોડમાં લાખોના ઈનામો પણ રાખવામાં આવ્યા હતા જેથી કોને પ્રથમ ઈનામ મળે એવી હોડ પણ લાગી હતી.

આ ભવ્ય કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ હાજર રહીને ગોવિંદા મંડળોનો ઉત્સાહ વધાર્યો હતો. હાજર રહેલાં ગોવિંદા મંડળો દ્વારા મટકી ફોડવાનો પ્રયાસ કર્યો હતો પણ મટકી ખૂબ જ ઉંચાઈ પર બાંધવામાં આવી હોવાને કારણે ગોવિંદા મંડળોએ પણ ખાસ્સી મહેનત કરવી પડી હતી. જો કે, લાખોનું ઇનામ જીતવા માટે કમર કસીને આવેલા ગોવિંદા મંડળે પણ હાર માન્યા વગર દહીંહાંડી ફોડી હતી જેમાં પ્રથમ દહીંહાંડી ફોરનારને 1.51 લાખ રૂપિયા, બીજા મંડળને 1.25 લાખ અને ત્રીજા મંડળને 1.11 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *