November 24, 2024

સોમવતી અમાસ: જીવનમાંથી કષ્ટ દુર કરવા કરો આ કામ

હિન્દુ ધર્મમાં મહત્વની ગણાતી સોમવતી અમાસની તા.17 જુલાઈના રોજ ઉજવણી થશે. ત્યારે આ વખતે વિશેષ સંયોગ બની રહ્યો છે. કારણ કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે અમાસ આવતી હોવાથી વિશેષ મહત્વ વધ્યું છે. આ અમાસ પર ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે જીવનમાં સુખ અને સમૃદ્ધિનો માર્ગ ખુલી શકે છે. માનવામાં આવે છે કે, જે સુહાગણો સોમવતી અમાસનું વ્રત કરે છે, તેમને ભગવાન શિવ અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે. આ વખતે સોમવતી અમાસની સાથે સાથે સોમવારનું વ્રત પણ છે અને તે દિવસે હરિયાલી અમાસ પણ છે. આ કારણો આ દિવસનું મહત્વ વધી જશે. ત્યારે ભોલેનાથને પ્રસન્ન કરવા માટેના ઉપાયો વિશે જાણીએ વિસ્તારથી..

  • સોમવતી અમાવસ્યાના દિવસે પવિત્ર સ્નાન અને દાન તેમજ તર્પણ વગેરેનું વિશેષ મહત્વ છે. આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે સ્નાન, તર્પણ વગેરે અવશ્ય કરવા જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે.
  • જીવનમાં આર્થિક સમૃદ્ધિ અને પિતૃદોષથી મુક્તિ માટે પીપળાના પાન પર પાંચ રંગની મીઠાઈઓ મુકી પીપળના વૃક્ષ પાસે મૂકો. આ પછી પિતૃઓનું ધ્યાન કરો અને તર્પણ પણ કરો. પછી તે પ્રસાદ ગરીબો અને બ્રાહ્મણોને આપો અથવા બાળકોમાં વહેંચો. આમ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે.
  • સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડ પાસે દીવો કરવો તે શુભ માનવામાં આવે છે. દીવો પ્રગટાવતા સમયે તેમાં લવિંગ નાખો. હવે પીપળાના ઝાડની પરિક્રમા કરો અને ऊँ नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરો. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી પણ પિતૃદોષ દૂર થાય છે.
  • આ દિવસે વિધિ વિધાન સાથે ભગવાન શિવની પૂજા કરવી તે ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરતા સમયે બિલીપત્ર, દૂધ, દહીંથી શિવલિંગ પર અભિષેક કરો અને ओम नम: शिवाय મંત્રનો જાપ કરો.
  • સોમવતી અમાસના દિવસે શ્વાનને રોટલી ખવડાવી તે શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, કાળા શ્વાનને રોટલી ખવડાવવાથી બિમારીઓ દૂર થાય છે અને જીવન પર સારી અસર થાય છે.
  • સોમવતી અમાસના દિવસે નદી અથવા તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો