હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે 250 વર્ષ જૂના શ્રી સંકટ મોચન હનુમાનજીમાં ઉજવણી કરાઇ
ચૈત્ર સુદ પૂનમ 23 એપ્રિલ 2024 મંગળવારે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે 250 વર્ષ જૂનું શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર, ચોટા બજાર સુરતમાં ઉજવણી કરવામાં આવી હતી
આ ઉજવણીના ભાગરૂપે હનુમાનજીને સિંદૂરના વાઘાથી સજાવવામાં આવ્યા હતા. મંદિરમાં ફૂલોનો શણગાર તથા લાઇટિંગ કરવામાં આવી હતી.મંદિરના ટ્રસ્ટી જતીનભાઈ વોરા, ભદ્રેશભાઈ બકરીવાલા, પુલીનભાઈ શેઠવાલા તથા મંદિરના દેવસેવક અનિલભાઈ જાની, બકુલભાઈ જાની, જયેશભાઈ જાની ની ઉપસ્થિતિમાં કર્મકાંડી મહારાજ અજયભાઈ જોશી એ સાંજે 7:00 વાગે પૂજા-આરતી કરાવી થાળ અને વિવિધ જાતના પ્રસાદ ધરાવીને દરેક ભાવિક ભક્તોએ સમૂહમાં હનુમાન ચાલીસા નું પઠન કર્યું હતું અને ૧૫૦૦ જેટલા ભાવિક ભક્તોએ મહાપ્રસાદી લીધી હતી.
આ કાર્યકરોમાં આશિષ કાપડિયા, સેન્કી સોની, ભૌતિક ગાંધી, સમીર સોની, ભાવિન ત્રિવેદી, પ્રશાંત સોની, રવિ ગાંધી, પ્રશાંત કાપડિયા, પ્રિન્સ ત્રિવેદી, લખન ત્રિવેદી, પ્રદીપ સોની, મુકેશ સોની , હિમાંશુ ચાંપાનેરિયા, અમિત શાહ, શુંકેતું કાપડિયા, સીમાબેન ચાંપાનેરિયા, પુરણ, સરફરાજ દરજી, સબીર ભાઈ જેવા યુવાનો તથા આજુબાજુના દુકાનદારો, રહેવાસીઓએ આગેવાની લઈ કાર્યક્રમ સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું