November 23, 2024

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગુજરાત સરકાર આપશે સહાય

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. કારણકે, પરિક્ષાની તૈયારીઓ માટે તેમની સરકાર તરફથી મોટી મદદ પુરી પાડવાનો પ્લાન તૈયાર કરાયો છે. જે અંતર્ગત GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ ૨૦,૦૦૦ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે.

આદિજાતિ યુવક-યુવતીઓ માટે ગુજરાત સરકારે શરૂ કરેલી આ નવી સહાય યોજનાના આયોજનથી લાખો વિદ્યાર્થીઓને લાભ મળશે. રાજ્યના આદિજાતિ સ્નાતક યુવક-યુવતીઓ ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષા પાર કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પરીક્ષાના કોચિંગ-તાલીમ સહાય પેટે એકવાર પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦ની રકમ આપવામાં આવશે. આ કોચિંગ સહાયનો લાભ લેવા માટેની શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી તા. ૧૭ ઓગષ્ટ ૨૦૨૩ સુધીમાં ડી-સેગના પોર્ટલ dsagsahay.gujarat.gov.in પર ઓનલાઇન અરજી-નોંધણી કરવાની રહેશે તેમ,આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, (ડી-સેગ) ગાંધીનગર દ્વારા જણાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો