November 23, 2024

સુરત:શાળાને તાળા મારીને માઉન્ટ મેરી હાઈસ્કુલના શિક્ષકો ઉપડ્યા પિકનિક પર

gujaratupdate

બાળકોને શાળામાં અભ્યાસ સિવાયની પ્રવૃતિ પણ કરાવવામાં આવતી હોય છે જેથી તેઓ બાહ્ય દુનિયા વિષે પણ જાણી શકે. આ માટે તેમને શાળામાં રમત ગમત ઉપરાંત ક્યારેક બહાર પિકનિક માટે પણ લઈ જતાં હોય છે. જો કે આ દરમિયાન તમનો અભ્યાસ ન બગડે એ પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. જો કે શહેરની લિંબાયતની એક શાળામાં તો વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કર્યા વગર એક અઠવાડિયા માટે શિક્ષકો પિકનિક પર ઉપડી ગયા હોવાની વાત સામે આવી છે. ત્યારે બાળકોના અભ્યાસ સાથે થઈ રહેલાં ચેડા અંગે પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ રજુઆત કરી છે.

અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતુ કે, લિંબાયત વિસ્તારમાં મહાપ્રભુનગર ખાતે માઉન્ટ મેરી હાઈસ્કુલ આવેલ છે.સદર સ્કુલ ગુજરાત શિક્ષણ વિભાગનાં કાર્યક્ષેત્રમાં ન આવતી હોય એમ શાળાનાં સંચાલકો દ્વારા મનસ્વી રીતે વહીવટ ચાલી રહ્યો છે. તા. ૮/૧/૨૦૨૪ સોમવારનાં રોજ શાળાનાં શિક્ષકો દ્વારા બનેલ વિદ્યાર્થીઓનાં વાલીઓ માટેનાં વ્ટ્સઅપ ગ્રુપમાં શિક્ષકો દ્વારા મેસેજ કરવામાં આવ્યો હતો કે, “Dear parents, This is to inform that school is going to remain closed from tomorrow (9/1/24) to 14/1/24 for classNursery to class 9th due to teacher’s picnic.
The school will re-open on Monday (15/1/24)”
વધુમાં તેમણે કહ્યું હતુ કે, હાલ માઉન્ટ મેરી શાળાનાં શિક્ષક “પિકનિક” મનાવવા ગયા હોઈ ધો. ૧ થી ૯ ને તા. ૯/૧/૨૦૨૪ થી તા. ૧૪/૧/૨૦૨૪ સુધી સાવ મનસ્વી રીતે બંધ રાખવામાં આવી છે, એટલું જ નહિ શિક્ષકોનાં “પિકનિક” માં ધો. ૧૦ના શિક્ષકો પણ સાથે ગયા હોવાથી આજ રોજ થી ધો. ૧૦ નાં વર્ગને પણ બંધ કરવામાં આવેલ છે.આમ,સદર શાળામાં અભ્યાસ કરતા આશરે ૧૫૦૦ વિદ્યાર્થીઓનાં શિક્ષણની કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર શાળાનાં સંચાલકો દ્વારા શિક્ષકોનાં “પિકનિક” માટે ધો. ૧ થી ૧૦ ના વર્ગો એક સપ્તાહ માટે બંધ કરવામાં આવેલ હોય સદર શાળાની તાત્કાલિક સ્થળ તપાસ કરી આ શાળાએ શિક્ષણમાં કરેલ ગંભીર બેદરકારી સામે ગુજરાત શિક્ષણ વિભાગના કાયદા મુજબ નિયમોનુસાર દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો