November 24, 2024

સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના હસ્તે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં આર્થિક યોગદાન આપનારી સરકારી, ઔદ્યોગિક એકમોને સન્માનિત કરાયા

રાજયભરમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનમાં ૭૦.૫૫ લાખના ફાળા સાથે સુરત જિલ્લો પ્રથમ નંબરે


સુરત મહાનગરપાલિકાએ રૂા.૧૧.૫૯ લાખના ફાળા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો

સુરતની ખાસિયત છે કે સેવાકાર્યમાં સુરતવાસીઓ હરહંમેશ અગ્રેસર: સુરતને જનહિત માટે ક્યારેય લક્ષ્યાંકની જરૂર હોતી નથીઃ જિલ્લા કલેક્ટર આયુષ ઓક

સુરત:શુક્રવાર:- દર વર્ષે દેશમાં તા.૦૭મી ડિસેમ્બરે ઉજવાતા સશસ્ત્ર સેના ધ્વજદિન ઉજવણીના ભાગરૂપે સુરત શહેર-જિલ્લાના દરિયાદિલ દાતાઓએ રૂા.૭૦.૫૫ લાખના ભંડોળ સાથે જોળી છલકાવી છે. ૨૦૨૧-૨૨ના વર્ષ દરમિયાન મહત્તમ યોગદાન આપનાર સુરત જિલ્લાની કચેરીઓ, સંસ્થાઓ, શાળાઓ અને દાતાશ્રીઓને જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે કાયમી સ્મૃતિચિન્હ તથા પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા.
માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર શહીદોનું સ્મરણ કરીને તેમના પરિવારના કલ્યાણ માટે ફાળો આપીને સુરતના નાગરિકોએ પોતાનો કર્તવ્યભાવ અદા કર્યો છે એમ જણાવતા જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ઉમેર્યું કે, સુરતની ખાસિયત છે કે સેવાકાર્યમાં સુરતવાસીઓ હરહંમેશ અગ્રેસર હોય છે. સુરતને જનહિત માટે ક્યારેય લક્ષ્યાંકની જરૂર હોતી નથી.
૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન સુરત મહાનગરપાલિકા રૂા.૧૧.૫૯ લાખના ફાળા સાથે પ્રથમક્રમે, જયારે ૭.૮૮ લાખ સાથે સુરત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, ત્રીજા ક્રમે રૂા.૬.૨૩ લાખના ફાળા સાથે પોલીસ કમિશનરશ્રીની કચેરી, ચોથા ક્રમે રૂા.૫.૮૧ લાખના ફાળા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. તેમજ પાંચમા ક્રમે રૂા.૫.૮૧ લાખ સાથે L&T હેવી એન્જીનિયરીંગ ડિપાર્ટમેન્ટે ફાળો આપ્યો હતો.
આ ઉપરાંત ૨.૧૪ લાખ સાથે એલ.આઈ.સી.ઈન્ડિયા જીવન પ્રકાશ બિલ્ડીંગ, રૂા.૧.૯૮ લાખ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, ૧.૯૭ લાખ સાથે આર.ટી.ઓ. સુરત, રૂા.૧.૯૫ લાખ ક્રિભકો, રૂા.૧.૮૦ લાખ સાથે DGVCL કચેરી, રૂા.૧.૭૮ લાખ સાથે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી દ્વારા ૧.૭૮ લાખ, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી દ્વારા રૂા.૧.૩૭ લાખ, નગર પ્રા.શિક્ષણ સમિતિ દ્વારા રૂા.૧.૩૧ લાખ, ડો.એસ.એન્ડ એસ.એસ.ગાંધી સરકારી ઈજનેરી કોલેજે રૂા.૧.૧૨ લાખ આપ્યો હતો. આમ સુરત જિલ્લાની સરકારી કચેરીઓ, સંસ્થાઓ, શાળાઓ અને શહેરીજનોએ દાનની સરવાણી વહાવી હતી.
પુનિતરામ ડી.ટેલરે વ્યકિતગત રીતે રૂા.૧૦ હજાર આપીને સશસ્ત્ર સેના ધ્વજ ફાળો આપ્યો હતો. આ સાથે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષતામાં સૈનિક સમસ્યા નિવારણની ત્રિમાસિક બેઠક પણ યોજાઈ હતી.
આ પ્રસંગે મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી દિપકકુમાર તિવારી, જે.બી.ટાક, ડી.એમ.ખેગાર, એન.આર.જાડેજા, ડી.એ.રાઠોડ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

-00-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો