સમગ્ર ગુજરાતમાં 2 લાખથી વધુ શિક્ષકોને અપાશે CPR ટ્રેનિંગ
છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યભરમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાના કારણે કેટલાંક આશાસ્પદ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ અને સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં 37 મેડિકલ કોલેજમાં 2500 થી વધુ તજજ્ઞ તબીબો(MD doctors) દ્વારા 2 લાખથી વધુ શિક્ષકો માટે CPR (cardio pulmonary resuscitation) ની ટ્રેનિંગનું 3 ડિસેમ્બર 2023 ના રવિવારના રોજ આયોજન કરવામાં આવેલું છે.
આ ટ્રેનિંગ સંદર્ભમાં સુરત શહેરમાં સરકારી મેડિકલ કોલેજ અને સ્મીમેર મેડિકલ કોલેજમાં 60 જેટલા તજજ્ઞ તબીબો દ્વારા 4800 શિક્ષકોને CPR ની ટ્રેનિંગ અપાશે. શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પીટલમાં સવારે 9થી સાંજે 5 કલાકે યોજાનાર આ કાર્યક્રમ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ,ગૃહમંત્રી હર્ષભાઈ , વનમંત્રી મુકેશભાઈ ,ધારાસભ્યો ,શહેર બીજેપી પ્રમુખ, મહામંત્રીઓ ,સ્થાયસમિતીના ચેરમેન,ડેપ્યુટી મેયર ,શાસક પક્ષના નેતા ,બીજેપી ડોક્ટર સેલના સંયોજક, સહ સાયોજક ,કાર્યક્રમના ઇન્ચાર્જ ડોક્ટર્સ ,શિક્ષણ સેલના સંયોજક,સહ સંયોજક મંત્રી ,સમગ્ર ડોક્ટર સેલ અને શિક્ષણ સેલની ટીમ હાજર રહેશે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં શિક્ષણ મંત્રી આદરણીય પ્રફુલભાઈ પંસેરિયા , શ્રમ અને આદિજાતિ કલ્યાણ મંત્રી કુવરજીભાઈ અને ધારાસભ્યો,સંગઠન મહામંત્રી , કાર્યક્રમ ના ઇન્ચાર્જ તબીબો ડોક્ટર સેલ અને શિક્ષણ સેલના તમામ પદાધિકારીઓ,શહેર બીજેપી સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.