November 23, 2024

વિદ્યાર્થીઓના હિતમાં સુમન ઉર્દુ શાળા નં.૧૬ને કાયમી ભાઠેના સ્થળાંતર કરવા કરાઈ રજુઆત

gujarat update

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૭ થી ખટોદરા કોલોની સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનાં સંકુલમાં સુમન ઉર્દુ માધ્યમની શાળા નં. ૧૬ નું શુભારંભ કરવામાં આવેલ.હાલમાં સુમન ઉર્દૂમાં ધો. ૯ અને ૧૦ નાં વર્ગોમાં આશરે ૩૦૦ ગરીબ શ્રમિક મુસ્લિમ પરિવારનાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં ૬૦% કરતા વધુ વિદ્યાર્થીઓની છે.સદર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉર્દુ માધ્યમમાં ધો. ૮ પાસ કરીને આવેલ હોય છે.સદર સુમન ઉર્દુ શાળામાં ધો. ૧૧ અને ૧૨નાં વર્ગો શરૂ કરવા દર વર્ષે માંગણી કરવામાં આવે છે પરંતુ સદર શાળા પ્રાથમિક શાળા ભવનમાં હોય નવા વર્ગો માટે રૂમ મળવા અશક્ય હોવાનાં કારણે સુમન ઉર્દુનાં ગરીબ શ્રમિક મુસ્લિમ સમાજનાં વિદ્યાર્થીઓ સાથે ધો. ૧૦ પછી ૧૨ સુધી અભ્યાસ કરવામાં અન્યાય થઈ રહ્યું છે તેમજ નવા વર્ગ રૂમ ન હોવાથી ધો. ૯ માં પણ મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ફરજ પડે છે.

હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ઉર્દુ માધ્યમની ધો. ૧ થી ૮ ની આશરે ૨૮ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે જેમાં આશરે ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) ગરીબ શ્રમિક મુસ્લિમ સમાજનાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં ૬૫% કરતા વધુ વિદ્યાર્થીઓની છે.સદર પ્રાથમિક શાળામાં દર વર્ષે ધો. ૮ પાસ કરીને આશરે ૩,૫૦૦ (ત્રણ હજાર પાંચસો) વિદ્યાર્થીઓ ધો. ૯ માટે પાત્રતા ધરાવે છે જેમાં સુરત શહેરની ધો. ૯ થી ૧૨ ની ઉર્દુ માધ્યમની ગ્રાન્ટેડ શાળા સીમ્ગામાં ધો. ૯માં આશરે ૪૦૦ વિદ્યાર્થીઓને માંડ પ્રવેશ મળે છે.સુમન ઉર્દુ શાળા નં. ૧૬ માં આશરે ૧૮૦ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી શકે છે તેમજ અન્ય ૨ ખાનગી શાળા હોય ત્યાં વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોય અન્ય આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી આગળ અભ્યાસ કરવા પ્રયત્નશીલ રહે છે. આમ,પ્રાથમિક ઉર્દુ માધ્યમની શાળાનાં ધો. ૮ પાસ થયેલ આશરે ૩,૫૦૦ (ત્રણ હજાર પાંચસો) વિધાર્થીઓ માંથી માત્ર ૮૩૦ જેટલા વિદ્યાર્થીઓ ધો. ૯ માં પ્રવેશ મેળવી આગળનું શિક્ષણ કરતા હોય છે જ્યારે ૨,૬૫૦ (બે હજાર છસો પચાસ) જેટલા વિદ્યાર્થીઓ ધો. ૯ ની અન્ય જગ્યા એ વ્યવસ્થા ન હોય દર વર્ષે આગળ અભ્યાસ કરી શકતા નથી.મારી જાણ મુજબ ધો. ૮ પાસ ઉર્દું માધ્યમનાં ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની સંખ્યા સમગ્ર દેશમાં સુરત શહેરમાં સૌથી વધુ છે જે આપની જાણ સારૂં. ઉર્દુ માધ્યમમાં અન્યાય રીતે વધતા ડ્રોપ આઉટનાં સંખ્યાબળ કહેવાતા વિકસિત સુરત શહેર અને ગુજરાત રાજ્ય માટે શર્મનાક છે.

સુરત મહાનગરપાલિકા વર્ષોથી ગુજરાતી સિવાયની અન્ય મરાઠી,ઉર્દુ,ઉડ્યા,અંગ્રેજી વિગેરે લઘુભાષી પ્રાથમિક શાળાઓનું તેમજ સુમન શાળાઓમાં પણ ગુજરાતી સિવાય મરાઠી,હિન્દી,ઉર્દુ અને ઉડ્યા સહિત આશરે ૨૩ માધ્યમિક શાળાઓનું સંચાલન કરે છે જે આવકારદાયક છે.ઉડ્યા સુમન શાળામાં વિધાર્થીઓની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે.હાલમાં ઉર્દુ સિવાયની ગુજરાતી,મરાઠી અને હિન્દી માધ્યમની સુમન શાળાઓમાં ધો. ૧૧ અને ૧૨ ના વર્ગો વધારવામાં આવ્યા હોય સદર તમામ શાળાઓમાં ધો. ૯ થી ૧૨ નાં વર્ગો સારી રીતે કાર્યરત છે પરંતુ સુમન ઉર્દૂમાં માત્ર વર્ગ રૂમ ન હોવાનાં કારણે ધો. ૧૧ અને ૧૨ ના વર્ગો કાર્યરત થઈ શકતા નથી.

આગળ તેમણે જણાવ્યુ હતુ કે, મુસ્લિમ ગરીબ શ્રમિક પરિવારનાં વિદ્યાર્થીઓનાં શિક્ષણહિત માટે રજુઆત છે કે,ઉર્દુ માધ્યમની પ્રાથમિક શાળાઓ સૌથી વધુ લિંબાયત ઝોનમાં છે ઉપરાંત સેન્ટ્રલ ઝોન અને ભેસ્તાન – ઉન વિસ્તારમાં છે.સદર ઉર્દુ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે કોઈપણ પ્રકારનાં ભેદભાવ અને અન્યાય કર્યા વગર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલ “સબકા સાથ, સબકા વિકાસ” સૂત્રને સાર્થક કરવા હાલમાં લિંબાયત ઝોનમાં ટી.પી. ૭ (આંજણા),ફાઈનલ પ્લોટ નં. ૧૩૩ (ભારત નગર ડેપો – ભાઠેના) પૈકીની જગ્યા પર સુમન શાળાનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. જેનો ઉપયોગ આવનારા નવા શૈક્ષણિક વર્ષથી કાર્યરત થશે. સદર નવા સુમન શાળા ભવન બી.આર.ટી.એસ. કેનાલ રોડ થી નજીક છે અને લિંબાયત ઝોનમાં સ્થિત વિદ્યાર્થીઓ સિવાય અન્ય સ્થળનાં વિદ્યાર્થીઓ માટે પણ વાહનવ્યવહારની વ્યવસ્થા સરળ રીતે મળી શકે જેથી ખટોદરા સ્થિત સુમન ઉર્દુ શાળા નં. ૧૬ ને વિદ્યાર્થીઓનાં ઉજળા શિક્ષણહિત માટે ભારત નગર – ભાઠેના ખાતેનાં સુમન શાળા ભવનમાં સ્થળાંતર કરીને ધો. ૯ થી ૧૨ ના નવા વર્ગો શરૂ કરવા વિનંતી જેથી ઉર્દુ માધ્યમમાં ધો. ૮ પછીનાં વિધાર્થીઓનાં ડ્રોપ આઉટ રેશિયોને ઘણાંઅંશે કાબુમાં કરી શકાશે માટે સુરત શહેરનાં મોટાભાગે સ્લમ વિસ્તારમાં વસવાટ કરતા ઉર્દુ માધ્યમનાં મુસ્લિમ સમાજનાં વિદ્યાર્થીઓ સાથે ન્યાય કરવા માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો