પૂજ્ય મોરારીબાપુ દ્વારા હિમાચલ પ્રદેશમાં સેવા ભારતી સંસ્થાને ૨૫ લાખ અર્પણ
છેલ્લાં કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં અતિવૃષ્ટિને કારણે જાનમાલનું ભયંકર નુકસાન થવા પામ્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે સેંકડો માણસો તેમજ પ્રાણીઓના મોત નિપજયા છે. ભૂસ્ખલન જેવી પરિસ્થિતિને કારણે લોકોના માલ- મિલકત માટે પણ વિકટ સ્થિતિ ઊભી થવા પામી છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં એકલા હિમાચલ પ્રદેશમાં જ 72,000 કરોડ રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું છે.
ગત જુલાઈમાં પૂજ્ય બાપુએ અમેરિકાના બોસ્ટનમાં કથા કરી હતી અને એ સમયે પૂજય મોરારીબાપુએ રામકથાના શ્રોતાઓના સહયોગ વડે હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પ્રાકૃતિક આપદા આવી હતી તે માટે રૂપિયા 25 લાખનું અનુદાન જાહેર કર્યું હતું.