October 30, 2024

બાળકોના જન્મ સમયે તેમના સ્ટેમસેલ પ્રિઝર્વ કરી સ્વાસ્થ્ય સલામત કરો

  • સુરત રક્તદાન કેન્દ્ર ખાતે સુરત લાયન્સ ઇન્ટરનેશનલ 3232 એફટુ રીજીયન 3ના ચેરમેન ઝોન 3 ડો રવિન્દ્ર પાટીલ દ્વારા “સ્ટેમસેલ અવેરનેસ સેમિનાર”નું આયોજન કરાયું

સુરત લાયન્સ ઇન્ટરનેશનલ 3232 એફટુ રીજીયન 3ના ચેરમેન ઝોન 3 ડો રવિન્દ્ર પાટીલ દ્વારા “સ્ટેમસેલ અવેરનેસ સેમિનાર”નું આયોજન સુરત રક્તદાન કેન્દ્ર, ખટોદરા મુકામે કરવામાં આવ્યું હતું. આ અવેરનેસ સેમિનારમાં સુરત રક્તદાન કેન્દ્રના સ્ટેમસેલના ચીફ ડિરેક્ટર ડો. કાંચલ મિશ્રાએ સ્ટેમસેલ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તમારા બાળકોના સ્ટેમસેલ જન્મ સમયે પ્રિઝર્વ કરો અને તમારા બાળકોના સ્વાસ્થ્યને પણ સલામત કરો. વિજ્ઞાન જે દિશામાં કામ કરી રહ્યું છે તે જોતા ભવિષ્યમાં સચવાયેલા સ્ટેમસેલથી પેરાલિસીસ, ડાયાબિટીસ, પાર્કિન્સન્સ જેવી ઘણી બીમારીઓ સારી થઇ શકે છે. મેડિકલ સાયન્સ સ્ટેમસેલ થેરાપી પર કામ કરી રહ્યું છે. સ્ટેમસેલ એટલે શરીરમાં રહેલી એવી કોશિકાઓ, જે શરીરની બીજી કોઈપણ કોશિકાઓની સારવાર માટે કામ આવી આવી શકે છે. સેમિનારમાં લાયન પરિમલ વ્યાસ, થેલેસેમિયા અને સ્ટેમસેલ અવેરનેસના ચેરમેન ગવર્નર લાયન દિપક પખાળે, વાઇસ ગવર્નર લાયન્સ પરેશ પટેલ, વાઇસ ગવર્નર લાયન્સ મોના દેસાઈ, સ્ટેમસેલના ડિરેક્ટર લાયન લતા આભની, રીજીયન 3ના સર્વે ઝોન ચેરમેનો, રીજીયન 3ની ક્લબોના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને ચેયરમેનશ્રીઓ તેમજ ક્લબના સભ્યો હાજર રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *