October 30, 2024

ફેશનેટ 2023″માં IIFDના 160થી વધુ વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલા વસ્ત્રોનું પ્રદર્શન કરાયું

16 જૂન: દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં શહેરમાં જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યૂટ IIFD – સુરત દ્વારા વાર્ષિક ફેશન શો “FASHIONATE-2023″નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનિંગ સુરતના 160થી વધુ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ડિઝાઇનર વસ્ત્રો રજૂ કરાયા હતા. આઈઆઈએફડીના સ્થાપક ડાયરેક્ટર શ્રી મુકેશ મહેશ્વરી સાથે સ્થાપક શ્રીમતી પલ્લવી મહેશ્વરીની હાજરીમાં 14મી જૂનના રોજ સરસણા ખાતે સ્થિત પ્લેટિનમ હોલ ખાતે IIFD સુરતે તેનો વાર્ષિક ફેશન શો FASHIONATE નું આયોજન કર્યું હતું. એક તરફ IIFD સુરતના તમામ સાથીઓએ આ આયોજનને સફળ બનાવવા ભરપૂર જોશમાં હતા તો બીજી તરફ 160 થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનરોએ આગામી સિઝન માટે તેમના કલેક્શનના રૂપમાં તેમની સર્જનાત્મકતા દર્શાવી હતી. કાપડ અને એપરલ ઉદ્યોગે IIFD ના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે તેવી વિવિધ તકનીકો, ઉપચાર, વેલ્યુ એડીશન અને ફેબ્રિકમાં અપરંપરાગત વસ્ત્રોનું ઉત્પાદન ટેકનિક ને જોઇ. ડિઝાઇનર્સ વિદ્યાર્થીઓ દ્વારા પત્રિકા ગેટ અને નાલંદા જેવી ભારતીય ધરોહર યુનિવર્સિટી, પાણીની અંદરનું દરિયાઈ જીવનને બચાવવા, ભાવિ સાયબર વર્લ્ડ, ટકાઉપણું અને પોલિએસ્ટર વેસ્ટ્સના યોગ્ય ઉપયોગ જેવા રસપ્રદ ખ્યાલો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ફેશન ઈવેન્ટમાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઈનોવેશનનો યોગ્ય ઉપયોગ કરીને વિવિધ પ્રસંગો માટે કોમર્શિયલ અને પાર્ટી વેર પણ દર્શાવવામાં આવ્યા હતા. થિયેટર અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉદ્યોગનું ધ્યાન આકર્ષિત કરતી અવંત ગાર્ડે કોસ્ચ્યુમનું પ્રદર્શન કરતી મેગા પ્રેઝન્ટેશન સાથે આ શો સમાપ્ત થયો હતો. સ્થાપક ડાયરેકટર શ્રી મુકેશ મહેશ્વરીએ માહિતી આપી હતી કે IIFDના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે જયપુરમાં ફેશન કનેક્ટ ખાતે કામ કર્યું હતું. IIFD સુરત હવે ઇટાલિયન ફેશન કોલેજ, Instituto di Moda Borgo, Milan સાથે જોડાયેલું છે. આ શોમાં કાપડ ઉદ્યોગકારો અને ફેશન પ્રોફેશનલ્સ સહિત સુરતની પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપી હતી. લોકપ્રિય કોટ્યુરિયર અને ફેશન ડિઝાઇનર શ્રી અમિત અગ્રવાલ શોના મુખ્ય જજ તરીકે ઉપસ્થિત હતા.ઉલ્લેખનીય છે કે IIFD સુરત 2014માં તેની શરૂઆતથી જ લાઇમલાઇટમાં છે. ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં ગહન વ્યાવસાયિક બનવાના તમારા સપનાને અનુસરવા માટે તે શહેરની શ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *