October 30, 2024

ડૉ.સચદેવ આઈ હોસ્પિટલની મેક્સિવિઝન ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ સાથેની સહભાગીદારી

  • સુરત અને દક્ષિણ ગુજરાત માટે નેત્ર સારવાર ક્ષેત્રમાં ક્રાંતિકારી બની રહેશે, લોકોને અત્યાધુનિક વિશ્વસનીય સારવાર ઉપલબ્ધ થશે
  • ભારતમાં આંખની સુરક્ષા અને સંભાળના ક્ષેત્રમાં આગામી ૫ વર્ષમાં વાર્ષિક ૧૨ ટકાના વિકાસ દરની સંભાવના

સુરતમાં હવે ડૉ. સચદેવ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ આંખની સંભાળ અને સારવારનું નવું પ્રકરણ આલેખશે. આજથી સુરતની બન્ને શાખા હવે ઉપરોક્ત નવા નામે ઓળખાશે.

ઉપરોક્ત સમગ્ર વિસ્તારની જનતાની સુવિધા અર્થે આંખની સારવાર અને સંભાળમાં આગવી પ્રતિષ્ઠા ધરાવતી સુરતની ડો.સચદેવ આઈ હોસ્પિટલે એક અભિનવ પહેલના રૂપમાં નામાંકીત મેક્સિવિઝન ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ સાથે સહ ભાગીદારી હેઠળ આ ક્ષેત્રમાં એક ક્રાંતિકારી નવીનીકરણના રૂપમાં ડો. સચદેવ મેક્સિવિઝન આઈ હોસ્પિટલની આધુનિક નેત્રરોગ સારવાર અને સંભાળ સુવિધાનો પ્રારંભ કર્યો છે. જે આંખની સંભાળ અને સારવારમાં આમૂલ પરિવર્તન લાવશે .

આ સંયુક્ત સાહસની જાહેરાત કરતા ડો.સચદેવ મેકસવિઝન આઈ હોસ્પિટલના ડિરેક્ટર અને મેનેજિંગ પાર્ટનર ડો. આર. કે. સચદેવે વધુમાં જણાવ્યું કે મેક્સિવિઝન ભારતની અગ્રણી અને ઝડપથી વિકસી રહેલી ખાનગી આઈ કેર હોસ્પિટલ છે. એની સાથેના જોડાણ હેઠળ અમારા દર્દીઓને સર્વોત્તમ ગુણવત્તાસભર નેત્ર સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવાના અમારા સંકલ્પની પૂર્તિ થશે.

મેક્સિવિઝનના CEO શ્રી સુધીર વી.એસ.એ આ સહભાગીદારીને વધાવતા જણાવ્યું કે ડો. સચદેવ જેવા નેત્ર સંભાળ અને સારવારના કુશળ તેમજ અનુભવી સાથીદારોના સહયોગથી મેક્સિવિઝન ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિતના પશ્ચિમ અને પૂર્વાંચલમાં આઈ કેર માર્કેટ લીડર બનશે. શ્રી સુધીરે વધુમાં જણાવ્યું હતું કે ૧૯૮૭માં ડો. આર. કે. સચદેવ દ્વારા સુરતમાં સ્થાપિત ડો. સચદેવ આઈ હોસ્પિટલ શહેર અને દક્ષિણ ગુજરાતમાં નેત્ર સંભાળ અને સારવારમાં અગ્રેસર છે.

હાલમાં શહેરના પાર્લે પોઇન્ટ અને પરવટ પાટિયા વિસ્તારમાં એમના બે આઈ કેર સેન્ટર સંપૂર્ણ અને અતિ અદ્યતન નેત્ર સંભાળ અને સારવાર આપી રહ્યા છે. આ બંને શાખા હવે ઉપરોક્ત નવા નામે અગાઉની જેમ જ કાર્યરત રહેશે અને વધુ વ્યાપક નેત્ર સારવાર સુવિધાઓ આપશે.

મેક્સિવિઝનના CEO શ્રી સુધીર વી.એસ.ના જણાવ્યા અનુસાર એક અંદાજ પ્રમાણે ભારતમાં આગામી પાંચ વર્ષમાં આંખની સંભાળ અને સારવારના ક્ષેત્રમાં વાર્ષિક ૧૨ ટકાના દરે વિકાસ થશે. તેવા સમયે ડો. સચદેવ આઈ વિઝન હોસ્પિટલની નવી સુવિધા ખૂબ અગત્યની બની રહેશે.

આ નવા શુભારંભને આવકારતા સુરત હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં નામનાપાત્ર ન્યૂરબર્ગ આભા લેબોરેટરીઝના ડિરેક્ટર ડો. પ્રશાંત કે. નાયકે જણાવ્યું કે સુરત અને આસપાસના વિસ્તારોમાં ડો. સચદેવ અને તેમની નેત્ર હોસ્પિટલ અભીનવતા અને શ્રેષ્ઠતા માટેની તેમની ધગશથી મોખરાના સ્થાને રહ્યાં છે. હવે મેક્સિવિઝન સાથેનું તેમનું જોડાણ નેત્ર સંભાળ સુવિધાની નવીન ક્ષિતિજો ખોલશે. નાનકડા ક્લિનિકથી શરૂઆત કરનારા ડૉ. સચદેવ નેત્ર સર્જને દક્ષિણ ગુજરાતમાં ખાનગી તબીબ સંચાલિત પહેલું એકસાઈમર લેસિક શરૂ કર્યું હતું. હવે તેઓના નેતૃત્વ હેઠળના આ સંયુક્ત સાહસ મેક્સિવિઝનના સહયોગથી નવીનતમ આઈ કેર ટેકનોલોજી સુરત અને દક્ષિણ ગુજરાતમાં સુલભ બની છે.

મેક્સિવિઝન આઈ હોસ્પિટલના પ્રમોટર અને ચેરમેન ડો.જી.એસ.કે. વેલુએ નવી સહ ભાગીદારીને આવકારતા જણાવ્યું કે નેત્ર સંભાળના ક્ષેત્રમાં મેકસવિઝન એક વિશ્વસનીય એકમ છે. હેલ્થકેરના ક્ષેત્રની એશિયાની સૌથી મોટી પ્રાઇવેટ ઇકવિટી ફર્મ કવાડ્રિયા કેપિટલ દ્વારા કરવામાં આવેલા રૂ. ૧૩૦૦ કરોડથી વધુ રકમના નીવેશથી કંપની વધુ વ્યાપક અને ગતિશીલ બનશે. આ નવા સાહસના સહ ભાગીદારો પૈકી ૧૯૯૬માં સ્થાપિત મેક્સિવિઝન આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત દેશના દક્ષિણ અને પશ્ચિમના ૬ રાજ્યોમાં નેત્ર સંભાળના ક્ષેત્રનું નેતૃત્વ કરે છે. આ કંપની મોતિયાની સર્જરી, લેસિક સારવાર, ગ્લુકોમા અને ઓક્યુલોપ્લાસ્ટી સહિત રેટિના વિષયક સારવાર અને નીઓનેટલ અને પિડીયાટ્રીક નેત્ર સંભાળ અને સારવારની સેવાઓના ક્ષેત્રમાં નામના ધરાવે છે. આ તમામ સુવિધાઓ સુરતના નવા કેન્દ્રમાં મળશે.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રાજકોટની નેત્રદીપ મેક્સવિઝન આઈ હોસ્પિટલના મેનેજિંગ પાર્ટનર અને સૌરાષ્ટ્રના જાણીતા નેત્રસર્જન ડો. વી. વી. સપોવડિયાએ આ નવીન પ્રકલ્પને આવકારતા જણાવ્યું કે અદ્વિતીય નેત્ર સંભાળ ટેકનોલોજીના વિનિયોગથી આ એકમ શ્રેષ્ઠ નેત્ર સંભાળ સેવાઓ ઉપલબ્ધ કરાવશે અને તેના નિપુણ ટેક્નિશિયનની ટીમ અને અનુભવી સપોર્ટ સ્ટાફ નેત્ર સંભાળના ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન આણશે. આ સાહસ સુરત અને દક્ષિણ ગુજરાતમાં આઈ કેર સેવાઓનો ચહેરો બદલી નાખશે. અંતમાં ડો. વી.વી. સપોવડિયા દક્ષિણ ગુજરાતના અને સુરતના નામાંકિત નેત્રસર્જન ડો. આર. કે. સચદેવને આ પ્રસંગે હાર્દિક શુભેચ્છા સહ અભિનંદન પાઠવી વિરામ લઉં છું.

વિગતવાર જાણકારી માટે www.maxvisioneyehospital.com જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *