કચ્છના મુંદ્રા બંદર પરથી ઝડપાયું 10 કરોડનું કોકેઈન
કચ્છમાંથી ફરી એકવાર કોકેઈન મળી આવ્યું છે. મળેલી બાતમીના આધારે ડીઆરઆઈએ તપાસ હાથ ધરી હતી જેમાં રૂ.10.4 કરોડથી વધુની કિંમતનું 1.04 કિલો કોકેઈન મળી આવ્યું હતુ. આ કોકેઈનનો જથ્થો જપ્ત કરીના આગળની તપાસ હાથ ધરી છે. દેશમાં ડ્રગ્સ સામેના જોખમો માટે ચાલી રહેલી લડાઈ દરમિયાન ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 10.4 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.
ડીઆરઆઈને ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો લાવવામાં આવી રહ્યો હોવાની શક્યતા છે. આ કન્સાઇનમેન્ટ માટે આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. 220.63 MT નું કુલ વજન ધરાવતું ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ, જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું. તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી જે દરમિયાન આ કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો જેનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.