November 23, 2024

ચોર્યાસીની નહેર ખાતાની જગ્યા પર ખાનગી સોસાયટીઓનાં ડેવલપરે જમાવ્યો કબજો:જાગૃત નાગરિકે કરી રજુઆત

gujarat update

ચોર્યાસી તાલુકાની નહેર ખાતાની સરકારી જગ્યા ખાનગી સોસાયટીઓનાં ડેવલપર,નહેર ખાતાનાં જવાબદાર અધિકારી, સુડાનાં જવાબદાર અધિકારી તેમજ સ્થાનિક સરપંચ,તલાટી અને પાણીની વહેંચણી કરનાર સહકારી મંડળી વિગેરેનાં એકબીજાનાં મેળાપીંપણાંમાં હજારો ચો.મી. જગ્યા બિનઅધિકૃત રીતે પુરાણ કરી પચાવી કૌભાંડ આચરનારાઓ વિરુદ્ધ “સીટ” દ્વારા તપાસ કરાવી તેમજ સરકારી જગ્યાનો કબ્જો પરત લઈ જવાબદાર કૌભાંડકારીઓ સામે “લેન્ડ ગ્રેબિંગ કાયદા” મુજબ કાર્યવાહી કરવા બાબતે પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા કલેક્ટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

શહેરના પુર્વ કોર્પોરેટર દ્વારા જણાવાયું છે કે, સુરત મહાનગરપાલિકાની હદ સમાપ્તિની નજીક સુરત જીલ્લાનાં ચોર્યાસી તાલુકામાં કરાડવા અને સણિયા કણદે ગામમાં હાલમાં છેલ્લા એક વર્ષનાં સમય દરમિયાન સુડા (સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા પ્લાન પાસ અસંખ્ય ખાનગી સોસાયટીઓનાં વિકાસ કાર્ય પ્રગતિ હેઠળ થઈ રહ્યું છે. સદર ખાનગી સોસાયટીઓનાં ડેવલપર દ્વારા એમના ફાઈનલ પ્લોટની બાજુમાંથી વહેતી વર્ષો જુની સરકારી નહેર ખાતાની જમીન જે “સુડા” નાં ડ્રાફ્ટ પ્લાનમાં ૧૮ મીટર પહોળો રોડ દર્શાવાયા છે એ નહેરોનું સરકારી ખાતાની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર બિનઅધિકૃત રીતે પાઈપ નાંખી પુરાણ કરીને કુદરતી ખુલ્લી નહેરોને કાયમી ધોરણે બંધ કરી હજારો ચો.મી. જમીન પચાવી એમની ખાનગી સોસાયટીઓનાં લાભમાં ઉપયોગ કરી રહ્યા છે. આમા ઘણાં ડેવલપર દ્વારા નહેરોનું પુરાણ કરી ૧૮ મીટરની સીમા રેખામાં માર્જીંનની જગ્યા છોડ્યા વગર મકાન/દુકાન તાણી દેવામાં આવેલ છે તેમજ ભવિષ્યમાં નહેરનાં ૧૮ મીટર પહોળા રોડનાં વિકાસ સમયે વેચાણથી રાખનારા મધ્યમવર્ગ પરિવારોનાં મકાન/દુકાન લાઈનદોરીમાં આવવાથી એમને ડેવલપરોનાં કરેલ છેતરપિંડી અને આર્થિક કૃત્યનાં કારણે રડવાનો વારો ચોક્કસપણે આવશે.
ઉલ્લેખનિય છે કે, ઉપરોક્ત ગામોમાં નહેર ખાતાની જગ્યા બિનઅધિકૃત રીતે કબ્જો કરવામાં આવે છે તે બાબતની લેખિત ફરિયાદ શહેરના જાગૃત નાગરિક અને પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા તા. ૩૦/૧૨/૨૦૨૨ નાં રોજ કાર્યપાલક ઈજનેર,સુરત નહેર વિભાગને કરવામાં આવી હતી ત્યારે માંડ ગણીગાંઠી ખાનગી સોસાયટીઓનાં કામ પ્રગતિ હેઠળ ચાલતા હતા ત્યારે નહેર વિભાગે કોઈપણ પ્રકારની દાખલારૂપ કાર્યવાહી ન કરી ડેવલપરોને માત્ર કાગળ પર “નોટીસ” આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમય દરમિયાન મારા દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર – સુરત નહેર પેટાવિભાગ નં. ૧ ની કચેરીનાં જવાબદાર અધિકારીઓનો ઘણીવાર સંપર્ક કરવા છતાં નહેર વિભાગ દ્વારા હજારો ચો.મી. સરકારી જમીન પચાવી પાડવાની ચાલતી રમત સામે “આંખ આડા કાન” કરવામાં આવ્યા છે. ત્યારે નહેર ખાતાની આવી ઢીલી કામગીરીનાં કારણે હાલમાં સદર ગામોનાં અસંખ્ય ખાનગી સોસાયટીઓનાં ડેવલપર,નહેર ખાતાનાં જવાબદાર અધિકારી,સુડાનાં જવાબદાર અધિકારી,સ્થાનિક સરપંચ/તલાટી અને નહેરનું પાણી ખેડુતોને સમયાંતરે વહેંચણી કરનાર શ્રી સણિયા કણદે પાણી વહેંચણી કરનારી પિયત સહકારી મંડળી લિ. નાં મેળાપીંપણાંમાં ગેરકાયદેસર રીતે નહેર ખાતાની જમીન પચાવી બિનઅધિકૃત રીતે સ્થળ પર નહેરોને બંધ કરી કબ્જો કરેલ હોય તેમજ ખેડૂતોને પિયત માટે ઉપયોગી પાણી સમયસર મળતું ન હોય સદર બાબતને ગંભીરતાથી લઈ આપના દ્વારા તાત્કાલિક “સીટ” (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ) ની રચના કરી રાજકીય દબાણવશ થયા વગર સ્થળ પર તપાસ કરાવી સરકારી જમીન પચાવી પાડનારા સૌ જવાબદારો સામે “લેન્ડ ગ્રેબિંગ કાયદા” હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકારી નહેર ખાતાની જમીનનો કબ્જો પરત મેળવી નહેરો ખુલ્લી કરવા માટે અસલમ સાયકલવાલા દ્વારા જવાબદાર અધિકારીઓ સમક્ષ માંગણી કરવામાં આવી છે.

gujarat update

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો