November 21, 2024

ગુજરાતી માટે ગૌરવ: UNESCO દ્વારા ‘ગરબા’ને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસો’ જાહેર કરાયા

photo credit opindia

ગુજરાતનું નામ પડે એટલે ગરબા તો યાદ આવી જ જાય, કારણ કે ગરબા તો ગુજરાતીઓની ઓળખ છે. કહેવાય છે ને કે, ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.’ જો કે આ વાત સાચી પણ છે, ગુજરાતીઓ દુનિયાના કોઈપણ ખુણે ગુજરાતી કલ્ચરને ખડું કરવાનું સામર્થ્ય ધરાવે છે. ત્યારે હવે ગુજરાતીઓ માટે ગર્વ અપાવે એવા સમાચાર એ છે કે, આપણી ઓળખ સમાન ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે. આ એટલાં માટે શક્ય બન્યું છે કે, યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં આવી છે. આ બાબત એકલા ગુજરાતીઓ માટે જ નહિ, સમગ્ર દેશ માટે ગર્વ લેવા સમાન છે.

માતાજીની આરાધના માટે ગુજરાતમાં 9-9 દિવસ સુધી રમવામાં આવતાં ગરબા હવે ગ્લોબલ બન્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદર આપતાં X પર લખ્યું કે, ‘માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની @UNESCO  દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ સુખદ પરિણામ છે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *