November 21, 2024

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ

સુરત:મંગળવાર: રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી.

મ્યુ. કમિશ્નરશ્રી શાલિનિ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા, જિલ્લા રમત ગમત વિભાગ, યોગ બોર્ડ તથા યુવા બોર્ડ સહયોગથી સુરતવાસીઓ જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર મહાઅભિયાન હેઠળ ઈડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી સ્પર્ધામાં ૯ થી ૧૮ વર્ષની વયના, ૧૯ થી ૪૦ વયના અને ૪૧ વર્ષથી ઉપરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકો રાજયકક્ષાએ ભાગ લેશે. વિજેતાઓને મળવાજોગ ઇનામની રકમ સરકાર દ્વારા સીધા તેમના બેંકના ખાતામા જમા કરાવવામાં આવનાર છે, તથા સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ ઓનલાઇન જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામા આવી છે. આ પ્રસંગે મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, સ્પોર્ટસ વિભાગ, સહિતના વિદ્યાર્થીઓ સહિત યોગપ્રેમીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *