November 22, 2024

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા ઉજવાશે મટકી ફોડ કાર્યક્રમ

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૦૫/૦૯/૨૦૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભાગળ ચાર રસ્તા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ તેમજ સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી.સાવંત દ્વારા જણાવાયું હતુ કે, તારીખ ૨૦/૮/૦ર૩ રવિવારના રોજ ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયત ખાતે મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી ગાવદેવી કરમર ગોવિંદા ઉત્સવ વેડરોડ દ્વારા ફોડવામાં આવશે, જેઓને ૧૧,૦૦૦ નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે. જેમાં સંયોજક તરીકે અડાજણ વિસ્તારનું શ્રી બાળ ગણેશ યુવક મંડળ જોડાશે, જેઓને ૫,૧૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ મહિલા મંડળની મટકી જય ભવાની મહિલા મંડળ અંબાજી રોડ દ્વારા ફોડવામાં આવશે, જેમને પણ ૧૧,૦૦૦ નું રોક્ડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે તેમજ આ વર્ષ અમરજવાલા સ્પોર્ટ્સ ક્લબ વેડરોડને ૫ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દરેક ગોવિંદા મંડળના સર્વ સંમતિથી એમને એક વિશેષ મટકી ફોડવા માટે આપવામાં આવનાર છે, જેઓને ૧૧,૦૦૦ રૂપિયાનું રોક્ડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સલામી મારવા આવશે એમનું સ્વાગત કરી ટ્રોફી આપવામાં આવશે.
વધુમાં ગણેશભાઈ સાવંતે ઉમેર્યું હતું કે ગત વર્ષે ૧૩૬ ગોવિંદા મંડળોએ ફોર્મ ભર્યા હતા જ્યારે આ વર્ષે ૧૪૩ ગોવિંદા મંડળોએ પરમિટ ફોર્મ ભર્યા છે, આ કાર્યક્રમના અતિથિ તરીકે સુરત મહાનગરપાલિકાના સભ્ય, ભાજપના ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રી, નગર સેવક તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *