કોરોના રિટર્ન: નવા વેરિયન્ટ JN.1ને લીધો એક જ દિવસમાં 5નો ભોગ, 335 નવા કેસ નોંધાયા
સમગ્ર દેશને હચમચાવીને તેમના સ્વજનોને છીનવી લેનાર કોરોના વાયરસથી આજે પણ લોકો ફફડી રહ્યા છે ત્યારે ભારતમાં કોવિડ-19ના કેસોમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે જો કે, છેલ્લાં કેટલાંક સમયથી કોરોનાએ ભારતમાંથી લગભગ વિદાય લઈ લીધી હતી ત્યારે હવે કેરળમાંથી કોવિડ JN.1નો નવો પેટા વેરિયન્ટ મળી આવ્યો છે, જેના કારણે એક જ દિવસમાં કેરળમાં 4 અને યુપીમાં એકનું મોત થયું છે.
આ બાદ કર્ણાટક સરકારે સબ-વેરિયન્ટ JN.1 અંગે ચેતવણી આપતાં વૃદ્ધોને ખાસ માસ્ક પહેરવાનું જણાવ્યું છે જ્યારે કેરળમાં સ્વાસ્થ્યમંત્રી વીણા જ્યોર્જે કહ્યું છે કે, આ અંગે ચિંતા કરવાની જરૂર નથી, અમે સતત નજર રાખી રહ્યાં છીએ. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે ભારતમાં 335 નવા COVID-19 કેસ નોંધાયા છે જેથી સક્રિય કેસોની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે.