એલ એચ બોઘરા (શિશુવિહાર)શાળામાં સ્નેહ મિલન કાર્યક્રમનું કરાયું આયોજન
સુરતના એલ એચ બોઘરા (શિશુવિહાર) શાળા અડાજણમાં તા. ૬/૪/૨૦૨૪નાં શનિવારે બપોરે ચાર કલાકે વર્ષ ૨૦૦૫ સુધીના નર્સરીથી ધોરણ ૧૦ માં અભ્યાસ કરી ગયેલા ૨૬ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, ૨ આચાર્યો, ૧૪ શિક્ષકો, ૧ ક્લાર્ક અને ૬ સહાયક કાર્યરત સ્ટાફ માટે ૨૦ વર્ષ પછી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સંપૂર્ણ કાર્યક્રમના ઉદઘોષક તરીકે શિક્ષિકા તનુજાબેન પટેલએ સેવા આપી હતી. કાર્યક્રમની શરૂઆત શિક્ષિકા રેખાબેન પટેલે પ્રાર્થના સાથે કરી હતી. ત્યારબાદ આચાર્ય પ્રકાશભાઈ પટેલ અને દક્ષાબેન શાસ્ત્રીને વિદ્યાર્થીઓએ પુષ્પગુચ્છ તથા સરસ્વતી માતાની મૂર્તિ ભેટ સ્વરૂપે આપીને કાર્યક્રમમાં આવકાર્યા હતા.
કાર્યક્રમને યાદગાર બનાવવા માટે વર્ષ ૨૦૦૫ માં જે વર્ગખંડ અને બેંચ પર વિદ્યાર્થીઓ બેસતા હતા, તે જ જગ્યાની પરવાનગી આપવા બદલ વિદ્યાર્થીઓએ શાળા સંચાલન વિભાગ અને શિક્ષિકા રંજનબેન ક્રિશ્ચનનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓના આયોજન હેઠળ આખા વર્ગખંડને ફુગ્ગાઓથી શણગારી દેવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ દરેક આચાર્યો, શિક્ષકો અને સહાયક કાર્યરત સ્ટાફનું પુષ્પગુચ્છ તથા ભેટ આપીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળા સાથે વિતાવેલી પળોના સંભારણા કર્યા હતા, જેમાં વિશેષ આચાર્ય પ્રકાશભાઈ પટેલે બાળકોના ઘડતરમાં જૂની અને આધુનિક પદ્ધતિમાં આવેલ તફાવત તેમજ બાળકોની પ્રકૃતિમાં આવેલા અનુભવો વર્ણવ્યા હતા.
જૂની યાદો તાજી કરવા માટે વિદ્યાર્થીઓના વર્ષ ૨૦૦૫ સુધીના ફોટા આલ્બમ બતાવવામાં આવ્યા હતા, જેમાં શિક્ષક ચિંતનભાઈ પટેલ અને ધનવીનભાઈ કંચનવાલા એ વિદ્યાર્થીઓને સહકાર આપ્યો હતો. સમૂહ ફોટો અને સાથે અલ્પાહાર લઈ દરેક લોકોએ દિવસ યાદગાર બનાવ્યો હતો. ત્યારે પૂર્વી તગડીયા, રવિ જાની, મનન પટેલ, ડૉ દીતી પટેલ, પૃથ્વીરાજ પટેલ, રિતેશ સેલર, સુબોધ ટાંક જેવા વિદ્યાર્થીઓએ આગેવાની લઈ કાર્યક્રમ સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું.
અંતે, ઉદઘોષક શિક્ષિકા તનુજાબેન પટેલ એ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરતા ફરી આ રીતે મળતાં રહેવાની અને આજે અમે બધા જે પણ કઈ મુકામ પર છે એ માટે એમને અભિનંદન આપી અને બધા શિક્ષકો વતી આશીર્વાદ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી. વિદ્યાર્થીઓએ પણ શિક્ષકો પોતાના વ્યસ્ત કામમાં સમય કાઢી અમારા માટે ઉપસ્થિત રહી અમારો દિવસ યાદગાર બનાવ્યો એ બદલ આભાર વ્યક્ત કરી આંખમાં આંસુ અને ચેહરા પર સ્મિત જોડે કાર્યક્રમને અંત આપ્યો હતો.