આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ-રાષ્ટ્રિય બજરંગદળે નવસારી SPનો આભાર માન્યો
દેશહિત અને સમાજહિતના કાર્યો માટે સહયોગ આપવા બદલ આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ, રાષ્ટ્રિય બજરંગદળ દ્વારા નવસારી જિલ્લા પોલીસવડા રૂષિકેશ ઉપાધ્યાયનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પોલીસનું કામ આમ તો જનતાની સેવા કરવાનું જ છે પરંતુ તે સમય પર અને યોગ્ય રીતે થાય ત્યારે જ તેમણે પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી ગણાય.ત્યારે નવસારીમાં આવા જ એક ફરજનિષ્ઠ પોલીસવડાની કામગીરીથી ખુશ થઈને આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ, રાષ્ટ્રિય બજરંગદળ દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો.આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદ, રાષ્ટ્રિય બજરંગદળના નવસારી જિલ્લા અધ્યક્ષ રાકેશ શર્માએ જણાવ્યુ હતું કે, અમારા સંગઠન તરફથી લવ જેહાદ, ગૌહત્યા કે કોઈ સામાજિક સમસ્યા અંગે ધ્યાન દોરવામાં આવ્યું હોય તો નવસારી જિલ્લા પોલીસવડા રૂષિકેશ ઉપાધ્યાય દ્વારા તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે છે, એટલું જ નહિ ઘણીવાર તો ગણતરીની કલાકમાં જ કેસ સોલ્વ કરી દેવાય છે. તો તેમની આ પ્રશંસનીય કામગીરી બદલ અમે તેમનો આભાર માનીએ છીએ અને તેમનું જીવન આરોગ્યમય રહે તેવી કામના કરીએ છીએ.