યુથ ફોર ગુજરાત દ્વારા લિંબાયતના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ
યુથ ફોર ગુજરાત દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ક્રમાંક 237, 238,239 અને 240 નવાનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું.જેમાં લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ,યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાટીલ અને એમના ધર્મપત્ની શ્રીમતી તનિષ્કાબેન પાટીલ,માજી ડ્રેનેજ કમિટી ચેરમેન શ્રી વિક્રમભાઈ પાટીલ, કોર્પોરેટર શ્રીમતી કાંતાબેન વાકોડીકર, કોર્પોરેટર શ્રીમતી કવિતાબેન એના ગંદુલા અને વોર્ડ પ્રમુખ શ્રી રાજુભાઈ સુરતી,મહામંત્રી શ્રી રાપોલું બુચ્ચિરામુલું માસ્ટર,સામાજિક અગ્રણી પ્રકાશભાઈ માસ્ટર અને લિંબાયત આઇટી સેલ કન્વીનર શ્રી અનિલ સોનકુસરે,યુવા મોરચા ઉપપ્રમુખ બંટી પાટીલ અને શાળાના આચાર્ય અને તમામ શિક્ષક મંડળ હાજર રહ્યા હતા.શ્રીમતી સંગીતાબેન પાટીલજી એ એમના સંબોધનમાં જણાવ્યું કે લિંબાયત,ગોડાદરા અને ડિંડોલી વિસ્તારના મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ સગવડતા અને આર્થિક તંગીના અભાવે ધોરણ 12 પછી શિક્ષણ છોડી દેતા હોય છે આ વાતને ધ્યાનમાં લઈ સરકારશ્રી ને સતત રજૂઆત કરી ડિંડોલી ખાતે સરકારી કોલેજ મંજૂર કરાવી અને હંગામી ધોરણે સુમન 7 માં કોલેજ શરૂ કરી દેવામાં આવી છે.જેથી હવેથી કોઈ પણ બાળક ધોરણ 12 પછી શિક્ષણ નહિ છોડે એમાટે સહુ વિદ્યાર્થીઓ ને હાંકલ કરી.શ્રીમાન જીગ્નેશભાઈ પાટીલ જીએ વિદ્યાર્થીઓ ને સારી રીતે ભણી જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે અને ગુરુદક્ષિણા ના ભાગરૂપે વર્ષમાં એક વખત ગુરુજનો ને મળી એમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા વિનમ્ર હાંકલ કરી હતી