Wifi Router તમારી રાતની ઉંઘ હણી શકે છે
આજે ઈન્ટરનેટનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે, ઘરમાં સરળતાથી અને છૂટથી દરેક વ્યક્તિ ઈન્ટરનેટની મજા લઈ શકે એ માટે વાઈફાઈ રાઉટર લગાડનાનું ચલણ વધી ગયુ છે પરંતુ જો તમે રાત્રે તેની સ્વીચ ઓફ ન કરો તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ઈન્ટરનેટ ચલાવવા માટે વાઈફાઈ રાઉટરનો ઉપયોગ કરવાથી આખા ઘરમાં સારું ઈન્ટરનેટ કવરેજ મળે છે અને તેની સ્પીડ પણ ખૂબ ઝડપી છે. એવામાં, તમારે ઑફિસનું કામ કરવું હોય કે પછી મનોરંજન માટે HD ગુણવત્તામાં મૂવી ડાઉનલોડ કરવી હોય, વાઇફાઇ રાઉટર કામમાં આવે છે. જો કે, જો તમે તેને રાત્રે સૂતી વખતે ચાલુ રાખો છો તો તે સમસ્યા ઊભી કરી શકે છે.
જો રાત્રે ઘરમાં વાઈફાઈ રાઉટર લાંબા સમય સુધી ચાલતું રહે તો જે જગ્યાએ વાઈફાઈ રાઉટર લગાવેલું હોય ત્યાં સૂઈ રહેલ વ્યક્તિને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે, જેમાં વ્યક્તિ ઊંઘી શકતો નથી અને દવા લેવી પડે છે. નિંદ્રાની આ સમસ્યા ભવિષ્યમાં ખૂબ જ ગંભીર બની શકે છે,
જો તમે ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને કારણે શરીરમાં થતી બીમારીઓથી પોતાને બચાવવા ઈચ્છો છો, તો તમારે વાઈફાઈ રાઉટરનો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરવું જોઈએ કારણ કે તેમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને કારણે થોડા સમય પછી તમારા શરીરમાં અનેક બીમારીઓ ઊભી થઈ શકે છે.