WhatsApp ચેનલ પર ટૂંક સમયમાં આવશે Reply Option

WhatsApp દ્વારા હાલમાં જ ચેનલ્સ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે આ ફીચર દ્વારા યુઝર્સ પોતાની ચેનલ અથવા ગ્રુપ બનાવીને લોકોને માહિતી શેર શકે છે, જો કે આ ફીચરમાં હાલમાં રિપ્લાયનો ઓપ્શન નથી, જેને વોટ્સએપ દ્વારા ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે.
WhatsApp ટૂંક સમયમાં ચેનલમાં જવાબ આપવાનો વિકલ્પ ઉમેરવા જઈ રહ્યું છે. જેમાં ચેનલના વપરાશકર્તાને જવાબ વિશે માહિતી મળશે પરંતુ જવાબ આપનાર વ્યક્તિની ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવશે, જેથી તેનો નંબર સાર્વજનિક ન થાય. જો કે, જે દેશોમાં વોટ્સએપ ચેનલ ફીચર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યાં આ ફીચર યૂઝ નહીં કરી શકાય.