October 30, 2024

મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશઃ તા. 16 અને 23 એપ્રિલે

  • શહેર-જિલ્લામાં રવિવારે સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા દરમ્યાન બુથ લેવલ ઓફિસર તમામ મતદાનમથકો ઉપર હાજર રહી અરજીઓ સ્વીકારશે
  • નવા નામોની નોંધણી, નામો કમી કરવા, ચકાસણી અથવા ફેરફારની અરજી કરી શકાશેઃ ઓનલાઈન સેવાઓ પણ ઉપલબ્ધ

ભારતીય ચૂંટણી પંચ દ્વારા ‘મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ’ જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે અનુસાર જે નાગરિક તા.૦૧/૧૦/૨૦૨૨ સુધીમાં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો માટે તા.૫/૪/૨૦૨૩થી ૨૩/૪/૨૦૨૩ દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી, ચકાસણી કે સુધારવા માટે જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હકકદાવાઓ રજુ કરી શકશે.

સુરત શહેર અને જિલ્લામાં ખાસ ઝુંબેશરૂપે તા.૧૬/૪/૨૦૨૩ અને તા.૨૩/૪/૨૦૨૩ના રવિવારના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા મતદારયાદી સુધારણા હેઠળ બી.એલ.ઓ. જે તે મતદાન મથકે ઉપસ્થિત રહેશે. જ્યાં નવું નામ દાખલ કરવું, કમી કરવું કે નામ અથવા સરનામામાં સુધારો કરવા જેવી તમામ પ્રક્રિયા કરી શકાશે.

મતદારયાદી સુધારણા હેઠળ ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરનાર યુવા નાગરિકો મતદા૨યાદીમાં નામ દાખલ કરાવવા ફોર્મ નં. ૬, મૃત્યુ/સ્થળાંતરનાં કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. ૭, સુધારા માટે ફોર્મ નં. ૮ તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. ૮(ક) જરૂરી આધાર પુરાવા સાથે ઉપરોક્ત બે રવિવાર દરમિયાન સબંધિત મતદાન મથકે નામ નોંધણી અને સુધારા કરાવી શકશે. આ માટે આધાર કાર્ડ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ઘરના અકોઈ એક સદસ્યનું ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ જેવા દરેક પુરવાઓની નકલ રજૂ કરવાની રહેશે.

મતદારયાદીમાં નામ નોંધણી અથવા ફેરફાર માટે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ પણ કરી શકાય છે. જે માટે વોટર હેલ્પલાઈન એપ અથવા http://voters.eci.gov.in વેબસાઇટ પર પણ નામ નોંધણી કે સુધારાની અરજી કરી શકાશે. અને વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.૧૯૫૦ ૫૨ સંપર્ક કરવો. તેમજ હવે મતદારયાદીમાં આપના નામે સાથે આધાર લીંક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *