November 23, 2024

વિયેતનામમાં રહેણાંક બિલ્ડિંગમાં આગ: 50ના મોત

વિયેતનામની રાજધાની હનોઈમાં એક એપાર્ટમેન્ટ બ્લોકમાં બુધવારે મધ્યરાત્રિએ ભયાનક આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 50 લોકોના મોત થયા છે. 13 સપ્ટેમ્બરની રાત્રે નવ માળની ઈમારતમાં આગ લાગી હતી જેમાં લગભગ 150 લોકો રહેતા હતા.

વિયેતનામની રાજધાની હનોઈમાં જે બિલ્ડીંગમાં આગ લાગી તે શહેરના રહેણાંક વિસ્તારમાં એક સાંકડી ગલીમાં આવેલી હતી. જો કે, આગ લાગ્યા બાદ રાહત કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે, જેના કારણે લગભગ 70 લોકોને બ્લોકમાંથી બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 54 લોકોને સારવાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

રાત્રે લાગેલી આગ બાદ આજે દિવસ દરમિયાન બિલ્ડીંગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. બિલ્ડિંગની નાની બાલ્કનીઓ લોખંડથી ઘેરાયેલી હતી અને કોઈ ઇમરજન્સી દરવાજો નહોતો જેથી આગ લાગ્યા બાદ ઘણા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. લોકોને બચવા માટે જગ્યા ન હોવાથી લોકો ઉંચી ઈમારતોમાંથી નાના બાળકોને આગની જ્વાળાઓથી બચાવવા માટે ફેંકી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો