વાપી GIDCમાંથી 180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું,18 લાખ રોકડા કરાયા કબ્જે
ગુજરાતમાં દારુબંધી છે તેમ છતાં છાશવારે દારુ ઝડપાતો રહે છે ત્યારે હવે ધીરે ધીરે લોકો ડ્રગ્સના રવાડે પણ ચડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વાપીમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે જેમાં 180 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ સાથે 18 લાખ રોકડા પણ કબ્જે કરવામાં આવ્યા છે ત્યારે મુંબઈ, વાપી અને અમદાવાદ DRIએ મોટી કાર્યવાહી કરી છે.
DRI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી આ MD ડ્રગ્સ ઝડપાયું છે જેમાં ડીઆરઆઈ એ કંપનીમાંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેની કિંમત 180 કરોડથી વધારે છે. આ ઉપરાંત એક આરોપી પાસેથી 18 લાખ રોકડા પણ મળ્યા છે જેથી તમામ મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.