November 21, 2024

સૌરાષ્ટ્રને મળી પ્રથમ વંદે ભારત ટ્રેન:PM મોદીએ આપ્યું Green signal

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે 9 વંદે ભારત ટ્રેનોને વીડિયો કોન્ફરન્સથી Green signal બતાવીને પ્રસ્થાન કરાવી છે. આ 9 માંથી ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન દ્વારા ફ્લેગ ઓફ કરતા વંદે ભારત ટ્રેન બપોરે જામનગરથી અમદાવાદ આવવા રવાના થઈ છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન પર ભાજપના નેતાઓ દ્વારા મુસાફરોનું સ્વાગત કરવામાં આવશે.

આ વંદે ભારત ટ્રેન હવે સોમવારથી જામનગર-અમદાવાદ વચ્ચે રેગ્યુલર દોડશે અને સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશન પર સ્ટોપ કરશે. ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચની સુવિધા રાખવામાં આવી છે. જ્યારે દેશની અન્ય વંદેભારત એકસપ્રેસની વાત કરીએ તો આ સાથે જ ઉદયપુર-જયપુર, પટના- હાવડા, રાંચી- હાવડા, રાઉરકેલા- ભુવનેશ્વર- પુરી, હૈદરાબાદ- બેંગલુરુ, વિજયવાડા – ચેન્નઈ સહિતના રૂટ પર પણ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપીને શરુ કરવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *