કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામિનેશન UG અને PGની તારીખો જાહેર
કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામિનેશન UG અને PGની તારીખો જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024 માં, UG પરીક્ષાઓ 15મી મેથી શરૂ થશે અને PGની પરીક્ષા 11મી માર્ચથી શરૂ થશે. આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ CBT મોડમાં લેવામાં આવશે જેનું સમયપત્રક તપાસવા માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nta.ac.in પર વિઝિટ કરી શકે છે.
રાષ્ટ્રીય સ્તરની આ પરીક્ષા દ્વારા, દેશભરની યુનિવર્સિટીઓમાં યુજી અને પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ ઉપલબ્ધ છે અને દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ બે પરીક્ષાઓ માટે નોંધણી કરાવતા હોય છે અને તેના માટે સખત મહેનત પણ કરતાં હોય છે.
આ વર્ષે 21 મે થી 23 જૂન, 2023 દરમિયાન નવ તબક્કામાં આ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં આશરે 14.90 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા માટે દેશના 387 શહેરો અને દેશ બહારના 24 શહેરોમાં કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા.