સુરતમાં મુસ્લિમ આલેમા દ્વારા UCCનો વિરોધ, 23ની અટકાયત

સુરતમાં UCC (સમાન સિવિલ કોડ)નો વિરોધ કરી રહેલી કેટલીક મુસ્લિમ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. દેશભરમાં UCC લાગુ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે, જે પૈકી ગુજરાતમાં UCC લાગુ કરવાની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે. ત્યારે આજે મુસ્લિમ સમાજમાં જેઓ ધર્મનું જ્ઞાન આપે છે, એવી આલેમા કહેવાતી 45 જેટલી મુસ્લિમ મહિલાઓએ મકાઈપુલ ખાતે UCCના વિરોધ સાથે પ્લેકાર્ડ દર્શાવી પ્રદર્શન કર્યું હતું. અલબત્ત આ અંગે તેમણે કોઈ મંજૂરી લીધી નહીં હોવાથી પોલીસે 23 આલેમાની અટકાયત કરી હતી. આ દરમિયાન આલેમાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા.